Gujarat

નવુ બાઇક લઇ નિકળેલા પિતા-પુત્રને જેસીબીએ ટક્કર મારતા બાળકનું મોત

By GS Team
27 Dec 20211 min read
This article was originally published on 27 Dec 2021
નવુ બાઇક લઇ નિકળેલા પિતા-પુત્રને જેસીબીએ ટક્કર મારતા બાળકનું મોત

- કઠલાલ તાલુકાના ખલાલ રોડ પરનો બનાવ

- બાળકે સારવાર દરમિયાન કઠલાલની હોસ્પિટલમાં દમ તોડયો : જેસીબી ચાલક સામે ફરિયાદ

નડિયાદ : કઠલાલ તાલુકાના ખલાલ રોડ પર જેસીબીએ મોટર સાયકલને ટક્કર મારતાં બાઇક ચાલક તેમજ બાળકને ઇજા થઇ હતી. જે પૈકી ત્રણ વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આરોલ ગામના રણજીતભાઇ આતાભાઇ ડાભી ગઇ કાલે સાંજે પોતાનું નવું બાઇક પર પોતાના ત્રણ વર્ષના દીકરા જયદીપને બેસાડી ખલાલ નવા રોડ પરથી આવી રહ્યાં હતા. તે સમયે રોંગ સાઇડમાંથી નંબર પ્લેટ વગરના જેસીબીએ બાઇકને ટક્કર મારતા પિતા-પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર માટે કઠલાલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. 

જ્યાં સારવાર દરમિયાન ત્રણ વર્ષના જયદીપનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતક જયદીપના મામા  લક્ષ્મણભાઈ સોમાભાઈ ડાભી બનાવ અંગે કઠલાલ પોલીસમાં જેસીબી મશીનના ચાલક હિંમતભાઈ ચીમનભાઈ બારૈયા (રહે. કાનિયેલ) સામે ગુનો નોંધાવ્યો છે.