Gujarat

છોટાઉદેપુર: જબુગામના દિવ્યાંગ યુવાને ખેલમહાકુંભમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા, આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું

By GS TEAM
3 Jan 20261 min read
TukuTouch Logo
નડિયાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની સ્પેશિયલ ખેલમહાકુંભની સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લાના જબુગામના દિવ્યાંગ યુવાન અમિત રાઠવાએ પ્રથમ સ્થાને ગોલ્ડ મેડલ મેળવીને જિલ્લાનું અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટાઉદેપુર: જબુગામના દિવ્યાંગ યુવાને ખેલમહાકુંભમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા, આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું

Chhota Udepur News : નડિયાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની સ્પેશિયલ ખેલમહાકુંભની સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લાના જબુગામના દિવ્યાંગ યુવાન અમિત રાઠવાએ પ્રથમ સ્થાને ગોલ્ડ મેડલ મેળવીને જિલ્લાનું અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.

જબુગામના દિવ્યાંગ યુવાને ખેલમહાકુંભમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા

છોટાઉદેપુર જિલ્લાના જબુગામના દિવ્યાંગ યુવાન અમિત રાઠવા 75% જેટલી દિવ્યાંગતા ધરાવે છે. આમ, નડિયાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની સ્પેશિયલ ખેલમહાકુંભની સ્પર્ધામાં અમિત રાઠવાએ 100 મીટર દોડ અને ભાલાફેંકની રમતમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અમિત રાઠવા બંને રમતમાં પ્રથમ ક્રમ મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં નિર્માણાધીન મકાન પરથી પટકાતા મજૂરનું મોત, સુરક્ષાના સાધનો વિના કરાતી હતી ધાબાના સેન્ટિંગની કામગીરી

તમને જણાવી દઈએ કે, અમિત રાઠવાએ આ અગાઉ વર્ષ 2016માં દિલ્હી-ગાઝિયાબાદ ખાતે નેશનલ પેરા ઓલિમ્પિકમાં 100 મીટર અને 200 મીટરમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો હતો. આ સાથે છેલ્લા 8 વર્ષથી તેઓ સ્પેશિયલ રમતગમતની સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ મેળવતાં તત્કાલીન મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલ દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા છે.