Get The App

છોટાઉદેપુરમાં પૂરપાટ ઝડપે આવતી બે બાઇકની ટક્કરઃ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
છોટાઉદેપુરમાં પૂરપાટ ઝડપે આવતી બે બાઇકની ટક્કરઃ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત 1 - image

Chhota Udaipur Accident: છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં આવેલા ધનપરી ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે બાઇક સામસામે ભટકાતા એક બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચોઃ સુરતમાં સુરભિ ડેરીના સંચાલકની ધરપકડ, દરરોજ 1000 કિલો નકલી પનીર બનાવીને વેચાતુ

અકસ્માતની વિગતો

મળતી માહિતી મુજબ, ક્વાંટ તાલુકાના ધનપરી ગામ પાસેથી પસાર થતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી બે બાઇક સામસામે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, બંને બાઇકને નુકસાન પહોંચ્યું આ સિવાય બાઇક સવાર જમીન પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. 

આ પણ વાંચોઃ મહિલા સલામત? ગુજરાતમાં દરરોજ 206 મહિલાઓ ઘરેલું હિંસાનો શિકારઃ આંકડાઓમાં ચિંતાજનક વધારો

ગંભીર રીતે ઘાયલ યુવકને હોસ્પિટલ ખસેડાયો

અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઇક સવારને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.