Gujarat

VIDEO: છોટા ઉદેપુરના કદવાલ જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ પતિ અને ગ્રામજન વચ્ચે ધોલધપાટ! હિસાબ માંગતા મામલો બીચક્યો

By GS TEAM
22 Jun 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુર જિલ્લાના કદવાલ જૂથ ગ્રામપંચાયતની ગ્રામસભામાં રસ્તાના કામો અને અન્ય વિકાસકાર્યોના હિસાબ માંગવા મુદ્દે ગ્રામજનો અને સરપંચ પતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છુટ્ટા હાથની મારામારી થઈ હતી. કદવાલ જૂથ ગ્રામ પંચાયતમાં કદવાલ, ભાભર, ઝરી અને કાળીકોઈ એમ ચાર ગામોનો સમાવેશ થાય છે. આવાસની મંજૂરી માટે યોજાયેલી ગ્રામસભા પૂર્ણ થયા બાદ ભાભર ગામના લોકોએ રસ્તાના એસ્ટિમેટ કોપી આપવા સરપંચને રજૂઆત કરી હતી. જે ન મળતા મામલો બીચક્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: છોટા ઉદેપુરના કદવાલ જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ પતિ અને ગ્રામજન વચ્ચે ધોલધપાટ! હિસાબ માંગતા મામલો બીચક્યો

Chhota Udaipur Kadwal Gram Sabha Fight: છોટા ઉદેપુર જિલ્લાના કદવાલ જૂથ ગ્રામપંચાયતની ગ્રામસભામાં રસ્તાના કામો અને અન્ય વિકાસકાર્યોના હિસાબ માંગવા મુદ્દે ગ્રામજનો અને સરપંચ પતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છુટ્ટા હાથની મારામારી થઈ હતી. કદવાલ જૂથ ગ્રામ પંચાયતમાં કદવાલ, ભાભર, ઝરી અને કાળીકોઈ એમ ચાર ગામોનો સમાવેશ થાય છે. આવાસની મંજૂરી માટે યોજાયેલી ગ્રામસભા પૂર્ણ થયા બાદ ભાભર ગામના લોકોએ રસ્તાના એસ્ટિમેટ કોપી આપવા સરપંચને રજૂઆત કરી હતી. જે ન મળતા મામલો બીચક્યો હતો.

હિસાબો અને એસ્ટિમેટની નકલ માંગતા મામલો બિચક્યો

ભાભર ગામના ગ્રામજનોએ પંચાયતમાં થયેલા વિવિધ વિકાસ કામોના ખર્ચનો હિસાબ અને મંજૂર થયેલા રસ્તાના એસ્ટિમેટની નકલ માંગી હતી. આ સમયે ત્યાં હાજર મહિલા સરપંચ રજલીબેન રાઠવા અને પંચાયતનું સંચાલન કરતા તેમના પતિ જામસિંગ રાઠવા પાસે એસ્ટિમેટની નકલ ઉપલબ્ધ ન હોવાથી તકરાર શરૂ થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ગ્રામજન કણછોડ રાઠવા તથા અર્જુન રાઠવા સાથે સરપંચ પતિની છુટ્ટા હાથની મારામારી થઈ હતી.

હિસાબ આપવાની ફરજથી કેમ ભાગ્યા સરપંચ?

આ ચકમક અને મારામારીની ઘટનાને પગલે આસપાસના લોકોના મોટા ટોળેટોળાં પંચાયત કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. સ્થાનિક સ્તરે અત્યાર સુધી ચાલતા એકહથ્થુ શાસન સામે હવે લોકોમાં જાગૃતિ આવતા તેઓ વહીવટી પારદર્શિતા અને હિસાબો માંગી રહ્યા છે. જ્યારે સત્તાધીશો પ્રજાને યોગ્ય જવાબ આપવામાં નિષ્ફળ નીવડે છે ત્યારે આવી અનિચ્છનીય ઘટનાઓ આકાર લે છે, જેનો વરવો નમૂનો કદવાલ પંચાયતમાં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: ગાંધીનગર: વિદ્યાર્થીના દસ્તાવેજોનો દુરુપયોગ કરી શિષ્યવૃત્તિ હડપનારો ગઠિયો ઝડપાયો, કૌભાંડની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી

પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ

સમગ્ર મામલો બિચકતાં ત્યાં હાજર અન્ય ગ્રામજનોએ વચ્ચે પડીને માંડ-માંડ મામલો થાળે પાડ્યો હતો. આ ઉગ્ર હોબાળા બાદ સરપંચ પક્ષ અને ગ્રામજનો વચ્ચેનો વિવાદ હવે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. સરપંચ પતિ જામસિંગભાઈના જણાવ્યા અનુસાર, એસ્ટિમેટની કોપી ન હોવાને કારણે થયેલી બોલાચાલી બાદ મારામારી થઈ હતી અને આ અંગે હાલ પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.