Gujarat

વડોદરા કોર્પોરેશન દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ, 61 નમૂના લઇ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા

By GS Team
16 Mar 20222 mins read
This article was originally published on 16 Mar 2022
વડોદરા કોર્પોરેશન દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ, 61 નમૂના લઇ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા

વડોદરા, તા. 16 માર્ચ 2022 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફુડ સેફટી ઓફિસરોની ટીમો દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કર્યું હતું. તેલ, બિસ્કીટ, બ્લેક સોલ્ટ, ખજૂર ,ધાણી, હારડા, ચણા,  સેવ , મરચા પાઉડર ,હળદર પાઉડર, દાળ વગેરે જેવા ખાદ્ય પદાર્થોના 61 નમૂના લઇ ચેકિંગ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા . ચેકિંગ દરમિયાન વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને કોરોના ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી. આરોગ્ય વિભાગની ખોરાક શાખા દ્વારા શહેરમાં બ્લેક સોલ્ટ માટેની ખાસ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં બ્લેક સોલ્ટ ના છ નમુના લીધા હતા. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગર દ્વારા સુચના અપાતા બ્લેક સોલ્ટ માટેની ખાસ ચેકિંગ ઝુંબેશ દરમિયાન શહેરના ગેંડા સર્કલ, ગોત્રી, કારેલીબાગ, માંજલપુર રોડ, વડસર જીઆઇડીસી ખાતે આવેલી દુકાનો અને મોલમાંથી બ્લેક સોલ્ટના છ નમૂના લઇને એનેલિસ કરવા માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેરમાં ખાદ્યતેલોમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. શહેરના ગોરવા, ચાંપાનેર દરવાજા, સુભાનપુરા ,શરદ નગર તરસાલી,જેતલપુર રોડ વગેરે વિસ્તારમાંથી કોર્ન ડ્રોપ ,સીંગતેલ,  કપાસિયા તિરુપતિ તેલના પાંચ નમૂના લઇ ચેકિંગ માટે મોકલ્યા હતા. આ ઉપરાંત શહેરના ખંડેરાવ માર્કેટ, હુજરાત પાગા ,સરદાર એસ્ટેટ ,વારસીયા, પ્રતાપ નગર રોડ, ગોરવા બીઆઇડીસી, સરસિયા તળાવ ,ઓએનજીસી રોડ, સન ફાર્મા રોડ ખાતે આવેલી દુકાનો તેમજ ઉત્પાદક પેઢીઓમાંથી સુગર બોઈલ્ડ કનફેક્સનરી, ચોકો ડબલ, જીરા કૂકીઝ, બિસ્કીટ, ચોકલેટ, વેનીલા બિસ્કીટ ,નાનખટાઇ, બિસ્કીટ વગેરેના 11 નમૂના લઇ ચેકિંગ માટે મોકલ્યા હતા. શહેરના તાંદલજા રોડ ,અલકાપુરી ,જેતલપુર રોડ, સમા રોડ, લહેરીપુરા, ફતેહગંજ, તરસાલી, હાથી પોળ, ગોરવા બી આઇડીસી ,મકરપુરા, સુભાનપુરા, ફતેગંજ ,સદર બજાર, માંજલપુર ,હરણી ,સમા રોડ, કારેલીબાગ, મદનઝાંપા રોડ, વાઘોડિયા રોડ વગેરે વિસ્તારની દુકાનોમાંથી મીઠો માવો, પનીર ,ગાયનું દૂધ ,આટા ,બેસન, મરચા પાઉડર ,હળદર પાઉડર ,તુવેર દાળ ,મગ દાળ, આઈસ્ક્રીમ, રજનીગંધા પ્રીમિયમ પાન મસાલા ,પનીર ,અંગારા, રેડી પ્લેટર વગેરેના 13 નમૂના લઇને ચેકિંગ માટે મોકલ્યા હતા .હોળી-ધૂળેટીના તહેવારો ને ધ્યાન માં રાખીને શહેરના ફતેગંજ, સદર બજાર, પાણીગેટ ,આયુર્વેદિક ત્રણ રસ્તા વગેરેની 18 દુકાનો તેમજ 8 લારી અને પથારામાંથી ખજૂર, મકાઈ ની ધાણી, જુવારની ધાણી ,ચણા ,હારડા ,ઘઉ ની સેવ વગેરેના 26 નમૂના લીધા હતા અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા.