Gujarat

જામનગરના પટ્ટણીવાડ, સુમરાચાલી, ટીટોડીવાડી, ખોજાનાકા વિસ્તારમાં પોલીસ તથા વીજ કંપની દ્વારા ચેકીંગ

By GS TEAM
22 Feb 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સો ને ત્યાં ગઈકાલે પોલીસ અને વીજ કંપની દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાવર ચોરીના 8 કેસો મળી આવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના પટ્ટણીવાડ, સુમરાચાલી, ટીટોડીવાડી, ખોજાનાકા વિસ્તારમાં પોલીસ તથા વીજ કંપની દ્વારા ચેકીંગ

જામનગરમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સો ને ત્યાં ગઈકાલે પોલીસ અને વીજ કંપની દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું.  આ દરમિયાન પાવર ચોરીના 8 કેસો મળી આવ્યા હતા.

જામનગરના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ની  સુચના થી જામનગર શહેર ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ સીટી  ' એ  ' ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ..એન.એ.ચાવડા તથા એલ.સી.બી. પો.ઇન્સ. વી.એમ.લગારીયા તથા એસ.ઓ.જી. પો.ઇન્સ બી.એન.ચૌધરી તથા સીટી એ ડીવી. પો.સ્ટે. સર્વેલન્સ સ્કોડ, એલ.સી.બી.,એસ.ઓ.જી તથા પેરોલ સ્કોડના  સ્ટાફ સાથે વીજ કંપની ના ડેપ્યુટી એન્જીનીયર એસ.આર.પરમાર તથા જુનીયર એન્જીનીયર વી.જી.શર્મા તથા  એચ.એમ.વડગામા તથા પીજીવીસીએલ  ની ટીમો સાથે પટણીવાડ,સુમરાચાલી, ટીટોડીવાડી,ખોજાનાકા વિસ્તારમાં અસામાજીક ઇસમોની ગેરકાયદેસર પ્રવૃતિ નિયંત્રણમાં રહે અને કાયદો અને વ્યવસ્થા ની સ્થિતી જળવાઇ રહે તે માટે  સીટી એ. ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમા ખાસ  કોમ્બીંગ ઓપરેશન દરમ્યાન વીજ ચોરી કરતા હોવાનુ જણાયું હતું.

જેમાં ,  રેહાન ઇકબાલ બેલીમ  (રહે.પટણીવાડ)  ના મકાન માં એકસ્ટ્રા વાયર થી વીજચોરી પકડાયેલ આથી

રૂ.206313નો દંડ,  જુનેદ અબ્દુલ રજાકભાઇ પટણી ( રહે. પટણીવાડ )ના મકાનમાં પણ એકસ્ટ્રા વાયર થી વીજચોરી થતી હોવાનું જોવા મળતા  રૂ.249440, હનીફભાઇ ઉમરભાઇ પંજા  (રહે. પટણીવાડ)ના મકાનમાં  ડાયરેકટ લંગર વાયર થી વીજચોરી પકડાયેલ આથી  રૂ.2523નો દંડ,   શહેનાઝ ફારૂકહુશેન શેખ (રહે.પટણીવાડ) ના મકાન માં એકસ્ટ્રા વાયર થી વીજચોરી પકડાયેલ આથી  રૂ.103168,  અખતર હસનભાઇ કોઠારી (રહે. પટણીવાડ)ના મકાનમાં ડાયરેકટ લંગર વાયરથી વીજચોરી પકડાયેલ જેથી  રૂ.90123નો દંડ , અબ્દુલ ગની ઉમરભાઇ બસર ( રહે. મચ્છીપીઠ વાધેરવાડો)ના મકાનમાં વીજચોરી પકડાયેલ તેથી  રૂ.20,000નો દંડ,   નુરમામદ હાસમભાઇ ખફી (રહે. કિશાન ચોક) , એકસ્ટ્રા વાયર થી વીજચોરી થતી હોવા નું જોવા મળતા રૂ.1,00,000નો દંડ અને  હુસેન ઓસમાણ મુરીમા ( રહે.  ટીટોડી વાડી)  ના મકાન માં ડાયરેકટ લંગર વાયર થી વીજચોરી થતી હોવા નું જણાતા  રૂ.5034નો દંડ કરવામાં આવ્યો હતો.

આમ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો ના રહેણાંકે ચેકીંગ કાર્યવાહી દરમ્યાન ડાયરેકટ લંગરથી વિજચોરી કરતા-4   કેસો તથા મીટર હોવા છતા પાવરચોરી કરતા-૪ કેસો કરી,તથા દંડ રૂ.7,76,603 અને વીજ જોડાણ કાપી  નાખવામા આવ્યા  છે.

તેમજ અગાઉ ગુનાહિત પ્રવુતિ ધરાવતા તેમજ વીજચોરી કરતા પકડાયેલ 10 થી વધુ ઇસમોને ત્યા પણ વીજચેકીંગ કાર્યવાહી કરવામા આવેલ હતી.

તેમજ ગઈકાલ તા.21/02/2026ના રાત્રી ના પાંચહાટડી સૈફી હોસ્પીટલ પાસે ના બનાવમા  ફરીયાદી ઓસમાણ મુસાભાઇ ખફી ને માર મારવાના ગુનામા સંડોવાયેલ આરોપીઓ, રેહાન ઇકબાલ બેલીમ,સદામ ઉર્ફે ઇંડો શેખ, રઉફ બેલીમ શાહનવાઝ ખીલજી,શાકીર ખીલજી, મહમદ પંજા, અલસમ કાદર શેખ, સદામ હનીફ પંજાને પકડી પાડવા ખાસ કોમ્બીંગ ઓપરેશન હાથ ધરવામા આવ્યુ છે.