Get The App

વડોદરામાં ખોરાક શાખા દ્વારા ચેકીંગ : પનીર અને રાંધેલા ફૂડના સેમ્પલો લીધા

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં ખોરાક શાખા દ્વારા ચેકીંગ : પનીર અને રાંધેલા ફૂડના સેમ્પલો લીધા 1 - image

Vadodara : રાજ્ય સરકારની સુચના મુજબ પનીર તથા તૈયાર કરાયેલા રાંધેલા ફૂડના નમુના લેવાની કામગીરી વડોદરામાં આજે બીજા દિવસે પણ ચાલુ રહી હતી. 

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં વધી રહેલા તાપમાન અંગે લોકોની સુખાકારી બાબતે વડોદરાના જુદા જુદા વિસ્તારોમાંથી પનીર અને તૈયાર ફૂડના નમુના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાતા રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની સૂચના મુજબ ત્રણ દિવસની આ ડ્રાઈવમાં ગઈકાલે પણ વડોદરાના જુદા-જુદા વિસ્તારોમાંથી પનીર અને તૈયાર એલા ખોરાકના સેમ્પલો માટે પાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગના અધિકારીઓની ટીમ ત્રાટકી હતી. ગઈકાલે લેવાયેલા પનીર અને તૈયાર થયેલા રાંધેલા ફૂડના સેમ્પલો લેવામાં આવ્યા હતા. તપાસ માટે આ સેમ્પલો લેબોરેટરીમાં મોકલીને તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે ત્યારે આજે ડ્રાઇવના બીજા દિવસે પણ શહેરના અન્ય વિસ્તારોમાંથી પણ પનીર અને તૈયાર થયેલા રાંધેલા ખોરાકના નમુના પાલિકાની ખોરાક શાખા દ્વારા લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.