Gujarat

ભારતના સ્માર્ટ શહેરોને ડેટા સ્માર્ટ સીટીઝ બનાવવા કેન્દ્રનો પ્રયાસ

By GS Team
7 Feb 20223 mins read
This article was originally published on 7 Feb 2022
ભારતના સ્માર્ટ શહેરોને ડેટા સ્માર્ટ સીટીઝ બનાવવા કેન્દ્રનો પ્રયાસ

- ડેટા મેચ્યોરીટી એસેસમેન્ટ ફ્રેમવર્ક - DMAF 2021 અંતર્ગત સુરત સર્વોચ્ચ 80ના સ્કોર સાથે દેશમાં પ્રથમ

- શહેર સ્તરે નાગરીકો, પ્રક્રિયા, ટેકનોલોજી, પોલીસી અને પરિણામથી શહેરોએ બનાવેલી રણનીતિ દ્વારા તૈયાર થયેલ ડેટાના મૂલ્યાંકન બાદ પરિણામ જાહેર કરાયું

પ્રતિનિધિ દ્વારા સુરત, સોમવાર

કેન્દ્ર સરકારના આવસન અને શહેરી કાર્ય મંત્રાલય (મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ)ના નેજા હેઠળ દેશના સ્માર્ટ શહેરોને ડેટા એટલે કે માહિતી, રેકર્ડ, વિગતો બાબતે વધુ સક્ષમ બનાવી એમાંથી જ સમસ્યાઓના ઉકેલ શોધવા તરફ આગળ વધારવા અને ‘ડેટા સ્માર્ટ સીટીઝ’ની ઓળખ આપવા માટે આ નવતર પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. સ્માર્ટ સીટીઝ મિશન અન્વયે ડેટા મેચ્યોરીટી એસેસમેન્ટ ફ્રેમવર્ક (DAMF) તૈયાર કરાયું છે. જેના દ્વારા શહેરો વિવિધ ડેટા મેળવીને જાતે જ પોતાનું મૂલ્યાંકન કરી શકે, એક ડેટા કલ્ચર તૈયાર થાય અને શહેરો કઈ સેવા, કયા પ્રોજેક્ટ, કઈ પ્રક્જકિય કામગીરીમાં પોતે ક્યાં પહોંચ્યા છે એનો અંદાજ આવી શકે. આ તમામ ડેટા કેન્દ્ર સરકારને મોકલ્યા બાદ તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વોચ્ચ સ્કોર 80 રખાયો હતો. સુરત શહેરે આ સર્વોચ્ચ સ્કોર મેળવીને ડેટા સ્માર્ટ સીટી તરીકે પણ દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે. જોકે હજી બીજા તબક્કાનું DAMF 2020-21નું પરિણામ જાહેર થયું છે, અને પ્રથમ તબક્કાનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે. છતાં સુરતે કેન્દ્રના DAMF 2020-21માં 83 સ્માર્ટ શહેરોમાંથી પ્રથમ સ્થાન મેળવીને અગ્રેસર રહ્યું છે.

 

સુરત શહેર દ્વારા વર્ષ 2016માં સ્માર્ટ સીટીઝ ચેલેન્જ શરુ થઇ એ પહેલાથી ડેટા બેંક તૈયાર કરવાથી લઈને ડીજીટલ ટેકનોલોજીનો ઉપયોગ, લોકો પણ ટેકનોલોજીની મદદથી મનપાની સેવાઓનો લાભ લે, ફરિયાદ, સમસ્યાઓ પણ ડેટાના માધ્યમથી રજુ થાય, એનો નિકાલ પણ ડીજીટલ ધોરણે થાય, સ્ટાફ પણ ટેબ્લેટ લઈને સ્થળ પર સમસ્યાના ઉકેલ બાદ ડેટા અપલોડ કરે, જેવી કામગીરી શરુ કરી દીધી હતી. પરિણામે કેન્દ્ર સરકારે DMAF દ્વારા શહેરોનું મૂલ્યાંકન શરુ કર્યું ત્યારે સુરતે સૌથી વધુ વિગતો, ડેટા મોકલીને મૂલ્યાંકનમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે.

 

DMAFના પ્રથમ તબક્કામાં નાગરીકો, પ્રક્રિયા, ટેકનોલોજી, પોલીસી અને પરિણામના આધારે ડેટા એકઠો કરવામાં આવે છે. જેમાં સુરત દ્વારા ડેટા મોકલાઈ ચુક્યા છે, પણ હજી તમામ શહેરોનું મૂલ

હજી ચાલી રહ્યું છે. તદુપરાંત, બીજા તબક્કામાં ડેટાને લગતી કામગીરી માટે બજેટ ફાળવણી, ડેટા એકત્રીકરણ માટે અધિકારીઓની નિમણુક, સીટી ડેટા માટે અન્ય એજન્સીઓ સાથે જોડાણ, મનપાની સેવાઓ, કાર્યો સહીતની વિગતો તૈયાર કરી ડેટાસેટ બનાવવા, ડેટા એનાલીટીક્સણો અમલ, સીટી ડેટા પોલીસીનો અમલ અને એ માટે બજેટની ફાળવણી, શહેરમાં ડેટાના ઉપયોગ આધારિત થયેલ કામગીરીનો રીપોર્ટ  તૈયાર કરવા સહીતની કામગીરી બીજા તબક્કામાં સમાવિષ્ટ કરવામાં આવી છે. જેમાં સુરતે પ્રથમ સ્થાન અંકે કર્યું છે. 79 ગુણ સાથે પીંપરી ચીંચવાડ બીજા ક્રમે, 78

 સ્કોર સાથે ભોપાલ ત્રીજા અને 75 સ્કોર સાથે પુણે ચોથા સ્થાને છે. સર્વોચ્ચ ગણાતી “કનેક્ટેડ’ કેટેગરીમાં આ ચાર શહેરોનો  સમાવેશ થાય છે. ત્યારબાદ ઉતરતા ક્રમમાં અન્ય ચાર શેરની, એનેબલ્ડ, એક્સપ્લોરર, ઇનીશીયેટર અને બીગીનર માં શહેરોને ક્રમ અપાયા છે.