Gujarat

CBSE રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સમાપન

By GS Team
7 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાની પોદાર વર્લ્ડ સ્કૂલ, શેરખી ખાતે પ્રથમવાર યોજાયેલી CBSE રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સમાપન થયું. આ સ્પર્ધામાં દેશભરની 204 શાળાઓના 1500 ખેલાડીઓ સહિત કુવૈત, ઓમાન, બહેરિન, યુએઈ, કતાર અને સાઉદી અરેબિયાના ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પુરસ્કારો એનાયત કરાયા, જેનાથી તેમને સન્માનિત કરાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

CBSE રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સમાપન

Vadodara Table Tennis Tournament : વડોદરા શહેરના શેરખી ખાતે આવેલી પોદાર વર્લ્ડ સ્કૂલમાં યોજાયેલી સીબીએસઈ રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું ગઈકાલે સમાપન થયું છે. અંતિમ દિવસે યોજાયેલા સમાપન સમારોહમાં વિવિધ વયજૂથ અને ટીમ સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને ટ્રોફી તથા પુરસ્કારો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વડોદરામાં પ્રથમ વખત યોજાયેલી આ રાષ્ટ્રીય કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં દેશભરની 204 શાળાઓમાંથી 1500 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત કુવૈત, ઓમાન, બહેરિન, યુએઈ, કતાર અને સાઉદી અરેબિયાના ખેલાડીઓ પણ સ્પર્ધામાં જોડાયા હતા. જેના કારણે સ્પર્ધાને આંતરરાષ્ટ્રીય સ્તરની ઓળખ મળી હતી.
આ સ્પર્ધામાં ખેલાડીઓએ કૌશલ્ય, જુસ્સો અને સ્પર્ધાત્મક ભાવનાનું પ્રદર્શન કર્યું હતું. વિવિધ કેટેગરીની અંતિમ સ્પર્ધાઓ બાદ વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
સ્પર્ધાના આયોજનમાં ગુજરાત ટેબલ ટેનિસ એસોસિએશનનું પણ મહત્વનું યોગદાન રહ્યું હતું. દેશ-વિદેશથી આવેલા ટેબલ ટેનિસના કોચ, ખેલાડીઓના વાલીઓ તેમજ રમતગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવોએ પણ હાજરી આપી હતી.