Get The App

જામનગર મહારાજા સોસાયટી પાસેથી ધોડી પાસાનો જુગાર ઝડપાયો : સીટી એ-ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમની કાર્યવાહી

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર મહારાજા સોસાયટી પાસેથી ધોડી પાસાનો જુગાર ઝડપાયો : સીટી એ-ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમની કાર્યવાહી 1 - image

Jamnagar Gambling Raid : જામનગર શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા મહારાજા સોસાયટી વિસ્તારમાંથી ધોડી પાસાનો જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

જામનગર પોલીસને બાતમી મળી હતી કે કાલાવડ નાકા બહાર ઝુલેખા મસ્જિદવાળી શેરી ખાતે મહારાજા સોસાયટી શેરી નં. 4 માં જાહેર ચોકમાં કેટલાક ઇસમો ધોડી પાસા વડે રૂપિયા હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે રેઇડ કરતા 1. મુસ્તુફા સિદ્દીકભાઈ બોક્ષવાલા ઉપરાંત અફજલ સલીમભાઈ બાજરીયા, મહમદઇશા મહેબુબભાઈ ભગત,

 રાહિલ હારુનભાઈ ખંભાળીયાવાળા, મહમદહુશેન ફીરોજભાઈ, કાસમભાઇ ઇમરાનભાઈ ઉર્ફે પપ્પુ ચિક્કી સતારભાઈ લાલપરીયા અને યાસીન સલીમભાઈ લુસવાલા તેમજ મોહમ્મદ ઓસમાણભાઈની અટકાયત કરી લઇ તેવો પાસેથી રોકડ રૂ.21,600/- તથા ધોડી પાસા નંગ-2 મળી કુલ રૂ.21,600 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.  આ બનાવ અંગે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.