Get The App

ત્રણ વખત તલાક બોલીને જતા રહેલા પતિ સામે ગુનો દાખલ

લગ્નના છ મહિનામાં જ સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવાનું શરૃ થયું હતું

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
ત્રણ વખત તલાક બોલીને જતા રહેલા પતિ સામે ગુનો દાખલ 1 - image

 વડોદરા,પત્નીને ત્રણ વખત તલાક બોલીને જતા રહેલા  પતિ સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજવારોડ એકતાનગરમાં રહેતી સીમરને બાપોદ  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,પરવેઝ રફીકભાઇ મુલ્તાની (રહે. કાવલી ગામ,તા. જંબુસર, જિ. ભરૃચ) સાથે પ્રેમ થયા પછી  માર્ચ - ૨૦૨૨ માં સમાજના  રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્નના છ મહિના પછી મારા  પતિ, સાસુ, તથા સસરા મારી સાથે ઝઘડો કરતા હતા. મારા પતિ વારંવાર મારઝૂડ  કરી તલાકની આપવાની વાત કરતા હતા.ત્યારબાદ છેલ્લા છ મહિનાથી હું મારા સંતાનો અને પતિ સાથે મારા પિયર આજવારોડ એકતાનગર રહેવા આવી ગઇ હતી. ત્યાં પણ મારા પતિ અવારનવાર ઝઘડો કરી મારઝૂડ કરતા હતા. ગત છઠ્ઠી તારીખે રાત્રે ૧૦ વાગ્યે હું બીમાર હોઇ મારા પતિને દવા લાવવા માટે કહ્યું હતું. પરંતુ, મારા  પતિ દવા લેવા મને લઇ ગયા નહતા. મેં તેઓને કહેતા તેઓએ મને માર માર્યો હતો.રાત્રે દોઢ વાગ્યે મારા પતિએ મારા સાસુનેે ફોન કર્યો હતો અને તેમની સાથે ફોન પર વાત ચાલુ રાખી મારા માતા - પિતાની હાજરીમાં મને ત્રણ વખત તલાક બોલીને  તેઓ ઘરમાંથી જતા રહ્યા હતા.