Gujarat
ગોરવાના પાર્ટી પ્લોટ સામેના ગ્રાઉન્ડમાં સ્કૂટર પર ગાંજો વેચતો કેરિયર પકડાયો
By GS TEAM
17 Oct 20251 min read

વડોદરાઃ ગોરવામાં જાહેરમાં ગાંજાનું વેચાણ કરતા એક કેરિયરને પોલીસે ઝડપી પાડી તેના સપ્લાયરની તપાસ હાથ ધરી છે.
ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારના અમીન પાર્ટી પ્લોટની સામેના ગ્રાઉન્ડમાં એક વ્યક્તિ સ્કૂટર પર આવી ગાંજાનું વેચાણ કરતો હોવાની માહિતી મળતાં પીઆઇ કે એન લાઠિયાએ ટીમ પાસે વોચ રખાવી હતી.
જે દરમિયાન સ્કૂટર લઇ આવેલો એક યુવક ગાંજાનું વેચાણ કરતાં ઝડપાઇ ગયો હતો.પૂછપરછ દરમિયાન તેનું નામ ભાવિન ભાઇલાલભાઇ બારીયા(વ્રજધારા ફ્લેટ્સ, દિવાળીપુરા) હોવાનું ખૂલ્યું હતું અને સ્કૂટરમાંથી રૃ.૨ હજારની કિંમતનો ૨૦૫ ગ્રામ ગાંજો મળ્યો હતો.પોલીસે રોકડા રૃ.૧૮૫૦ અને મોબાઇલ પણ કબજે કર્યા હતા.જ્યારે ગાંજો પુરો પાડનાર પાદરાના રોનકને વોન્ટેડ જાહેર કર્યો છે.








