Gujarat

કાર ભાડે મૂકવાની લાલચમાં ન આવતા! અમદાવાદના યુવકે 12 ગાડીઓ બારોબાર વેચી મારી, 18 લાખની છેતરપિંડી

By GS TEAM
16 Feb 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સરખેજમાં રહેતા એક શખ્સે પોર્ટર કંપનીમાં લોડિંગ ગાડીઓ ભાડે અપાવવાની લાલચ આપી 12 જેટલા ગાડી માલિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે. આરોપીએ ઊંચા ભાડાની લાલચ આપી ગાડીઓ મેળવી લીધા બાદ, માલિકોને જાણ કર્યા વગર જ બારોબાર ગાડીઓ વેચી મારી હતી. આ મામલે ધંધુકાના એક ગાડી માલિકે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાર ભાડે મૂકવાની લાલચમાં ન આવતા! અમદાવાદના યુવકે 12 ગાડીઓ બારોબાર વેચી મારી, 18 લાખની છેતરપિંડી

Ahmedabad News: અમદાવાદના સરખેજમાં રહેતા એક શખ્સે પોર્ટર કંપનીમાં લોડિંગ ગાડીઓ ભાડે અપાવવાની લાલચ આપી 12 જેટલા ગાડી માલિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે. આરોપીએ ઊંચા ભાડાની લાલચ આપી ગાડીઓ મેળવી લીધા બાદ, માલિકોને જાણ કર્યા વગર જ બારોબાર ગાડીઓ વેચી મારી હતી. આ મામલે ધંધુકાના એક ગાડી માલિકે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ, ધંધુકાના ઉકડભાઈ મુંધવા પાસે બે બોલેરો પીકઅપ ગાડીઓ હતી. ત્રણ મહિના અગાઉ તેમના મિત્ર મારફતે સરખેજના ઇકબાલ સિપાઈ સાથે તેમનો સંપર્ક થયો હતો. ઇકબાલે દાવો કર્યો હતો કે તેનો પોર્ટર કંપનીમાં કોન્ટ્રાક્ટ છે અને જો તેઓ ગાડી ભાડે આપશે તો દર મહિને 27 હજાર રૂપિયા ભાડું મળશે. આ આકર્ષક ઓફર જોઈને ઉકડભાઈ અને તેમના મિત્રોએ ભેગા મળીને કુલ 12 ગાડીઓ ઇકબાલને સોંપી હતી. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે ઇકબાલે બે ગાડીઓનું થોડું ભાડું ચૂકવ્યું હતું, પરંતુ ત્યારબાદ પેપરવર્ક બાકી હોવાનું કહી બહાનાબાજી શરૂ કરી હતી.

લાંબો સમય વીતવા છતાં ભાડું ન મળતા અને કોન્ટ્રાક્ટના કાગળો ન આપતા ઉકડભાઈને શંકા ગઈ હતી. જ્યારે તેમણે તપાસ કરી ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી કે ઇકબાલે આ તમામ 12 લોડિંગ ગાડીઓ, જેની અંદાજિત કિંમત 18 લાખ રૂપિયા થાય છે, તે માલિકોની જાણ બહાર અન્ય વ્યક્તિઓને વેચી દીધી હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ઉકડભાઈએ તાત્કાલિક સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇકબાલ સિપાઈ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસ હાલ આ મામલે આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.