ભરૂચથી ઝાડેશ્વર માર્ગ ઉપર બેકાબુ કારે ડિવાઇડર કુદાવી સામેથી પસાર થઈ રહેલા એકટીવા સવાર દંપતિને અડફેટે લેતા 3 ઘાયલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bharuch Accident : ભરૂચથી ઝાડેશ્વર માર્ગ ઉપર ગઈકાલે મોડી રાત્રે બે કાબુ કાર ડિવાઇડર કુદાવી સામેથી પસાર થઈ રહેલ એકટીવા સવાર દંપતિને અડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત કારચાલક તથા એકટીવા સવાર સંપત્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. દરમ્યાન એક્ટિવાની ડેકીમાંથી દારૂની બોટલો મળતા ભરૂચ સીટી સી ડિવિઝન પોલીસે દંપતિ વિરુદ્ધ પ્રોહિબિશન નોંધ્યો હતો.
ગઈકાલે રાત્રે ભરૂચથી ઝાડેશ્વર તરફ જતા માર્ગ ઉપર એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ભટકાઈ પલટી ખાઈ જતા સામેના માર્ગ તરફથી આવતી એકટીવાને અડફેટે લીધી હતી. જેમાં એકટીવા સવાર સચિન પરેશભાઈ રાવળ તથા જાગૃતિ સચિનભાઈ રાવળ (બંને રહે-ઝાડેશ્વર ગામ, ભરૂચ)ને ઈજાઓ પહોંચી હતી. તેમજ કારચાલકને પણ ઇજાઓ પહોંચતા ત્રણેવ ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. સ્થળ પર પહોંચેલી પોલીસને એકટીવાની ડેકીમાંથી રૂ.4,125ની કિંમતની વિદેશી દારૂની 15 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે એકટીવા સવાર દંપતિ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.








