કારનો હોર્ન મારતા રસ્તે ચાલતા યુવકોને ખોટું લાગ્યું, કાર ચાલક, તેની પત્ની અને ભાઈ ઉપર પાઇપથી હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : વડોદરાના ગોત્રી વિસ્તારમાં રસ્તે ચાલતા યુવકોને એલર્ટ કરવા કારનો હોર્ન વગાડનાર કાર ચાલક તેમજ તેની પત્ની અને ભાઈ ઉપર ત્રણેય યુવકોએ હુમલો કર્યો હતો.
ગોત્રી ગોકુળ નગર વિસ્તારમાં બિલેશ્વર નજીક બનેલા બનાવની વિગત એવી છે કે, ગોકુલ નગરમાં રહેતા પ્રકાશ જારીયા ગઈકાલે રાત્રે કાર લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ત્રણ યુવકો રસ્તા પર ચાલતા હોવાથી તેમને હોર્ન માર્યો હતો અને યુવકોને બાજુ પર ચાલવા માટે કહ્યું હતું. ત્યારબાદ પ્રકાશભાઈ ઘેરથી પાછા એક સંબંધીની ખબર કાઢવા માટે ગયા હતા અને મોડી રાત્રે પરત ફર્યા હતા. તેઓ દરવાજો ખોલતા હતા તે દરમિયાન અયોધ્યા નગરનો ઋષિ, સંસ્કાર નગરનો શ્લોક અને ગોકુલ નગરનો પાંડે ધસી આવ્યા હતા અને પ્રકાશભાઈ ઉપર પાઇપના ભફકા માર્યા હતા. તેમના પત્ની વચ્ચે પડતા તેમને પણ બરડાના ભાગે પાઇપ મારવામાં આવ્યો હતો. જ્યારે તેમના ભાઈ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. પ્રકાશભાઈના પરિવારજનો તેમજ અન્ય લોકો દોડી આવતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.









