Gujarat

જામનગરમાં રણજીત સાગર રોડ પર મોડી રાત્રે એક કાર ડિવાઇડર પર ચડી ગઈ: સદભાગ્યે જાનહાની ટળી

By GS Team
24 Mar 20221 min read
This article was originally published on 24 Mar 2022
જામનગરમાં રણજીત સાગર રોડ પર મોડી રાત્રે એક કાર ડિવાઇડર પર ચડી ગઈ: સદભાગ્યે જાનહાની ટળી

જામનગર,તા.24 માર્ચ 2022,ગુરૂવાર 

જામનગરના રણજીતસાગર રોડ પર ગઇકાલે રાત્રે પુરપાટ ઝડપે આવી રહેલી એક કાર અકસ્માતે ડિવાઈડર પર ચઢી ગઇ હતી.અને કારમાં ભારે નુકસાન થયું હતું. સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી.

ગઈકાલે મોડી રાત્રીના સમયે એક કારના ચાલકે અકસ્માતે કાર પરથી કાબુ ગુમાવી દીધો હતો, અને રોડની વચ્ચેના ડીવાઈડર પર કાર ચઢાવી દઇ થાંભલા સાથે ભટકાળી દીધી હતી. જેથી ડિવાઈડર ને તેમજ વીજ થાંભલાને નુકસાન થયું છે. સાથોસાથ કારમાં પણ નુકસાન થયું હતું.

સદભાગ્યે કાર થાંભલા સાથે ટકરાઈને અટકી ગઇ હોવાથી કારચાલકને કોઈ જાનહાની થઈ ન હતી. સમગ્ર મામલે સીટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.