વડોદરાઃ બરોડા ડેરીમાં ભાજપના નામે ફોર્મ ભરનારા ઉમેદવારો અસમંજસભરી સ્થિતિમાં મુકાઇ ગયા છે.
બરોડા ડેરીમાં એકતરફ ૧૩માંથી ૬ બેઠક બિનહરીફ જાહેર થઇ છે અને હજી પણ બે-ત્રણ બેઠક બિનહરીફ જાહેર થવાની શક્યતા છે ત્યારે ભાજપના મોવડીઓને પૂછ્યા વગર કેટલાક કાર્યકરોએ ફોર્મ ભર્યા હતા.
તા.૭મી એ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે અને હજી સુધી પક્ષ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો નથી.જેથી ફોર્મ ભરનારા ઉમેદવારો મૂંજવણમાં મુકાઇ ગયા છે અને મેન્ડેટમાં નામ આવશે તો ચૂંટણી લડીશું તેમ કહી પ્રચાર કરવાનું ટાળી રહ્યા છે


