Gujarat

વિદેશ જવાનું સપનું પડ્યું મોંઘું: કેનેડા PRના નામે આણંદની યુવતી સાથે રૂ.40 લાખની છેતરપિંડી, અમદાવાદનો કન્સલ્ટન્ટ ઝડપાયો

By GS TEAM
25 Mar 20262 mins read
TukuTouch Logo
આણંદમાં રહેતી 36 વર્ષીય યુવતીએ પોતાના પતિ અને પુત્ર સાથે કેનેડામાં સ્થાયી થવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી અમદાવાદની એક વિઝા કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યો હતો. પરિમલ ગાર્ડન પાસે આવેલી 'વિઝા એક્સેપ્ટ' નામની ઓફિસના માલિક કવિશ કપૂરે યુવતીને વિશ્વાસમાં લીધી હતી કે, 6થી 8 મહિનામાં તેમના ફેમિલીના PR વિઝા આવી જશે. આ આખી પ્રક્રિયા માટે અંદાજે 42 લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવી કવિશે શરૂઆતમાં 4.50 લાખ રૂપિયા એડવાન્સ પેટે પડાવ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ પ્રોસેસના બહાને યુવતી પાસેથી ટુકડે-ટુકડે કુલ 40.85 લાખ રૂપિયા બેંક ટ્રાન્સફર અને આંગડિયા મારફતે વસૂલવામાં આવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદેશ જવાનું સપનું પડ્યું મોંઘું: કેનેડા PRના નામે આણંદની યુવતી સાથે રૂ.40 લાખની છેતરપિંડી, અમદાવાદનો કન્સલ્ટન્ટ ઝડપાયો

Canada PR Fraud: આણંદમાં રહેતી 36 વર્ષીય યુવતીએ પોતાના પતિ અને પુત્ર સાથે કેનેડામાં સ્થાયી થવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી અમદાવાદની એક વિઝા કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યો હતો. પરિમલ ગાર્ડન પાસે આવેલી 'વિઝા એક્સેપ્ટ' નામની ઓફિસના માલિક કવિશ કપૂરે યુવતીને વિશ્વાસમાં લીધી હતી કે, 6થી 8 મહિનામાં તેમના ફેમિલીના PR વિઝા આવી જશે. આ આખી પ્રક્રિયા માટે અંદાજે 42 લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવી કવિશે શરૂઆતમાં 4.50 લાખ રૂપિયા એડવાન્સ પેટે પડાવ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ પ્રોસેસના બહાને યુવતી પાસેથી ટુકડે-ટુકડે કુલ 40.85 લાખ રૂપિયા બેંક ટ્રાન્સફર અને આંગડિયા મારફતે વસૂલવામાં આવ્યા હતા.

કેનેડા PRના નામે આણંદની યુવતી સાથે રૂ.40 લાખની છેતરપિંડી

મોટી રકમ ચૂકવ્યા બાદ જ્યારે વિઝા આવ્યા ત્યારે યુવતીને જાણ થઈ કે તેને પ્રોમિસ મુજબના PR વિઝાને બદલે માત્ર ત્રણ વર્ષના વર્ક પરમિટ વિઝા આપવામાં આવ્યા છે. જ્યારે યુવતીએ આ બાબતે કવિશ કપૂરને સવાલ કર્યો ત્યારે તેણે એવું કહીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો કે PRની પ્રક્રિયા આવી જ હોય છે, તમે ચિંતા ન કરો. 

જો કે, લાંબો સમય વીતવા છતાં PR વિઝા ન મળતા યુવતીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

આ પણ વાંચો: અમદાવાદના નવરંગપુરામાં બુલેટ સવારનો આતંક, અકસ્માત સર્જી બે લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા

અમદાવાદનો કન્સલ્ટન્ટ ઝડપાયો

જ્યારે ભોગ બનનાર યુવતીએ પોતાની રકમ પરત માંગી, ત્યારે આરોપી કવિશ કપૂરે પૈસા આપવાના બદલે ઉદ્ધત વર્તન કર્યું હતું. તેણે ધમકી આપી હતી કે જો વધુ બોલશો તો તમારા આખા પરિવારની ઇમિગ્રેશન પ્રોફાઇલ બરબાદ કરી નાખીશ, જેથી તમે ક્યારેય વિદેશ નહીં જઈ શકો. 

અંતે છેતરપિંડી મામલે યુવતીએ અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે કન્સલ્ટન્ટને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.