Get The App

સાયબર માફિયાઓથી બચવા પોલીસની પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી ઝુંબેશ

Updated: Jan 20th, 2022

GS TEAM

Google News
Google News
સાયબર માફિયાઓથી બચવા પોલીસની પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી ઝુંબેશ 1 - image

વડોદરા, તા. 20

વડોદરા શહેર પોલીસે સાયબર ક્રાઇમ થી બચવા માટે લોકોને જાગૃત કરવા નવતર પ્રયોગ કર્યો છે.

શહેરમાં અનેક લોકો સાઇબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. સાયબર માફિયાઓ લોભામણી ઓફર તેમજ વાતોમાં ફસાવીને ઓનલાઇન રૂપિયા પડાવી લેતા હોય છે. કેટલાક લોકોને ખરીદેલી ચીજ વસ્તુ ને બદલે ભળતી અને સસ્તી ચીજો મળતી હોવાના બનાવો પણ બનતા હોય છે.

વડોદરા શહેર પોલીસે સાઇબર ક્રાઇમ થી બચવા માટે નવતર પ્રયોગ કર્યો છે. પોલીસે ભીડભાડવાળી જગ્યાઓ તેમજ મોલમાં પોસ્ટર અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ મારફતે સાયબર માફિયાઓ કેવી રીતે લોકોને છેતરે છે તેની સમજ આપવાનું શરુ કર્યું છે.