સિદ્ધપુરના મેળામાં 35000 થી દોઢ લાખની કિંમતના ઊંટ જોવા મળ્યા, ઉ.ગુજરાતના વેપારીઓના ધામા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Camel Trading in Siddhpur Fair: સિદ્ધપુરમાં ચૌદશથી પાંચમ સુધી યોજાયેલ સાત દિવસના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં 35 હજારથી દોઢ લાખની કિંમતના ઊંટ જોવા મળ્યાં, ભરાયેલ ઊંટ બજારમાં મોટાપાયે ઊંટોની લે-વેચ થાય છે. મેળામાં ચાલુ વર્ષે 2000 થી વધુ ઊંટ વેચાણ અર્થે આવ્યા હતા. મુખ્યત્વે રાજસ્થાનના બાડમેર, જાલોર, સાંચોર સહિત ઉત્તર ગુજરાતના વિવિધ ગામોમાંથી વેપારીઓ ઊંટો લઈને આવ્યા હતા. રાજસ્થાન તેમજ ગુજરાતના ઊંટના વેપારીઓએ રૂા. 20 હજારથી 70 હજારની કિંમતના ઊંટોની લે-વેચ કરી હોવાનું જણાવ્યું હતું.
બાડમેર, જેસલમેર, બિકાનેર, સાંચોર, સનદરી, ધોરીમીના, નાગોર, જેસોર, માલાજાર તેમજ સમગ્ર ઉત્તર ગુજરાતના વેપારીઓના નદી તટમાં ધામા
વૌઠાના લોકમેળામાં ગધેડાનું વેચાણ, રાજસ્થાનના પુષ્કરના મેળામાં ઊંટોના વેચાણની જેમ સિદ્ધપુરના કાત્યોકના મેળામાં મોટી સંખ્યામાં જાતવાન ઊંટોનુ ચૌદશથી લઈને પાંચમ એમ સાત દિવસ સુધી મોટું બજાર ભરાય છે. જેમાં ચાલુ વર્ષે 300 થી 400 જેટલા ઊંટોની લે-વેચ થઈ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. બાડમેર, જેસલમેર, બિકાનેર, સાંચોર, સનદરી, ધોરીમીના, નાગોર, જેસોર, માલાજાર તેમજ સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી વેપારીઓએ સરસ્વતી નદી તટે ધામા નાખ્યા છે. સિદ્ધપુર કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ભાટીકા છાપવાળો ઊંટ ઉંચી ઓલાદનો ગણાય છે. બિકાનેરી ઊંટ એના કાન, નાક પરના વાળ પરથી ઓળખાય છે. જેસલમેરી ઊંટ તેના રંગ તેમજ કાન, આંખના વાળ પરથી ઓળખાય છે. આ અંગે રાજસ્થાનના વેપારીએ જણાવ્યું હતું કે, અમો 30 ઊંટો લઈને વેચાણ અર્થે આવ્યા છીએ. અહીં દેશી ઊંટોનું વેચાણ વધુ થાય છે. વાગડ તેમજ ભાટીબા તેમજ નૈઈડ જાતિના ઊંટોનું મૂલ્ય ઊંચુ અંકાય છે. જેમાં જેસલમેરી ઊંટ 35 થી 40 હજાર, બિકાનેરી ઊંટ 30 થી 35 હજાર, દેશી ઊંટ 20 થી 30 હજાર, મારવાડી ઊંટ 30 થી 42 હજાર, ભાટીબા તેમજ નૈઈડ જાતિના ઊંટ 50 હજારથી એક લાખ સુધીની કિંમતે વેચાય છે.
ઊંટોનો ઉપયોગ ખેતી માટે કરીએ છીએ : રાજસ્થાનનો વેપારી
રાજસ્થાનથી છેલ્લા 10 વર્ષથી આવતા ઈમરાનભાઈએ જણાવ્યું હતું કે ઊંટોનો ઉપયોગ અમે ખેતીમાં કરીએ છીએ. જીરાના પાકમાં આંતરખેડ કરવા માટે, હળ જોડી ખેડ કરવા માટે, લાઈન હોય ત્યાં કુવામાંથી પાણી કાઢવા માટે, દૂર દૂરથી પાણી લાવવા માટે, રાજસ્થાનમાં ઊંટોનો ઉપયોગ થાય છે. બાડમેર, સાંચોર, જાલોર જેવા જિલ્લાઓમાં ખેડૂતો પાસે 50 થી 70 ઊંટ હોય છે ત્યાંથી નાના ખેડૂતો ખરીદે છે અને મેળામાં લાવીને વેચે છે.




