Get The App

યુવાનને ઘરે બોલાવી બિભત્સ વીડિયો-ફોટા પાડી રૃ.2.48 લાખ પડાવી લીધા

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
યુવાનને ઘરે બોલાવી બિભત્સ વીડિયો-ફોટા પાડી રૃ.2.48 લાખ પડાવી લીધા 1 - image

કેટરિંગનો ઓર્ડર આપવાનો છે તેમ કહી

એક મહિલા સહિત સાત લોકોએ માર મારી બળાત્કારના ગુનામાં ફિટ કરાવી દેવાની ધમકી આપી

ભાવનગરબોટાદ તાલુકાના લાઠીદડ ગામે રહેતા યુવાનને કેટરિંગનો ઓર્ડર આપવાનો છે તેમ કહી ઘરે બોલાવી મહિલાએ અધૂરા કપડાં સાથે યુવાનના ફોટા વીડિયો ઉતારી બળાત્કારની ફરિયાદમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી રૃ.૨.૪૮ લાખ બળજબરીથી કાઢવી યુવાન અને તેના મિત્રને મારા મારી બીજા ૨.૫૦ લાખ આપવાની ધમકી આપી હતી.

બોટાદ તાલુકાના લાઠીદડ ગામે રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા અંકિતભાઈ જયસુખભાઈ અંતિપરાને આજથી આશરે સાતેક દિવસ પહેલા એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી વોટસએપમા કોલ આવ્યો હતો અને ઓળખાણ કાઢી વાતચીત કરી પોતાનુ નામ ભાવનાબેન છે અને ગઢડા, હરીપર રોડ પ૨ રહે છે તેમ જણાવી લગ્ન હોવાથી તમને જમણવારનો ઓર્ડર આપવાનો છે. તેમ વાત કરેલ જેથી અંકિતભાઈ હા પાડતા મહિલાએ કહેલ કે, આ બાજુ આવો ત્યારે ફોન કરજો તેમ કહેલ બાદ અલગ-અલગ દિવસે બે ચાર વોટસએપ કોલથી ક્યારે આવવાના છો તેમ મહિલાએ વાત કરી હતી. જેથી અંકિતભાઈએ અનુકુળતાએ આવી જઈશ તેમ વાત કરી હતી. દરમિયાનમાં તા.૧૧ જૂન ૨૦૨૬ના રોજ અંકિતભાઈ તથા મીત્ર પ્રવીણભાઈ પીતાંબરભાઇ ભાવનગરીયા (રહે.લાઠીદડ) બંને મારી ફોરવ્હીલર સ્ક્રોર્પિયો ગાડી લઇને માંડવધાર ગામ સબંધીને ત્યા જવા નિકળેલ જેથી અંકિતભાઈએ ભાવનાબેનને મોબાઇલ નંબર પર ફોન કરતા વોટ્સએપ કોલ કરતા ભાવનાબેનને રહેણાંક મકાનનુ લોકેશન મંગાવેલ અને આજે આપણે જમણવારનુ મેનુ તથા ભાવતાલ કરી ઓર્ડરની તારીખ નક્કી કરીએ તેમ વાત કરી હતી. દરમિયાનમાં અંકિતભાઈ અને તેનો મિત્ર લોકેશન પર પહોચતા પ્રવીણભાઈ કારમાં બેસી રહ્યા હતા અને અંકિતભાઈને મકાનની અંદર બળજબરી પુર્વક બે મહિલા પૈકી ચશ્માવાળી અધુરા કપડા પહેરેલ ભાવનાબેન નામની મહિલા સાથે અંકિતભાઈના ફોટો પાડી વીડીયો ઉતારી લઇ બળાત્કારના ગુન્હામા ફીટ કરી દેવાની, વીડીયો વાયરલ કરી આબરૃ કાઢવા અંગે ધમકાવી અંકિતભાઈ પાસેથી રોકડ રૃ.૨,૪૮,૦૦૦ બળજબરીથી કઢાવી લઇ તેમજ અંકિતભાઈ તથા પ્રવીણભાઈને લાફા ઢીકાનો મુંઢમાર મારી ગાળો આપી યેનકેન પ્રકારે હેરાન કરી બીજા અઢી લાખ આપવા પડશે તેમ ધમકી આપી ઉઘરાણી કરતા હતા. આ બનાવ સંદર્ભે અંકિતભાઈએ એક મહિલા સહિત સાત લોકો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ. ૩૦૮(૬)(૭), ૧૧૫(૨), ૩૫૨,૩૫૧(૩),૬૧(૨) મુજબ ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.