Get The App

વડોદરા: સ્માર્ટ સિટીની કડવી વાસ્તવિકતા, લોકોને ચાલવા માટે બનાવાયેલા ફૂટપાથ પર ધંધાર્થીઓનો કબજો

Updated: Dec 13th, 2021

GS TEAM

Google News
Google News
વડોદરા: સ્માર્ટ સિટીની કડવી વાસ્તવિકતા, લોકોને ચાલવા માટે બનાવાયેલા ફૂટપાથ પર ધંધાર્થીઓનો કબજો 1 - image

વડોદરા, તા. 13 ડિસેમ્બર 2021 સોમવાર

વડોદરા શહેર સહિત રાજ્યમાં ફૂટપાથ હાલ એક વિકટ સમસ્યા બની છે. રાજ્યની સ્માર્ટ સીટીઓમાં પણ ફૂટપાથ ગાયબ થઈ જતા રાહદારીઓએ રસ્તા ઉપર ચાલવાની ફરજ પડી રહી છે. નજીવી આવક માટે તંત્ર લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. 

ફૂટપાથ ઉપર દબાણ હટાવવાની જવાબદારી કોર્પોરેશન અને પોલીસ પ્રશાસન બંનેની છે. ત્યારે ફૂટપાથ ગાયબ અને દબાણોના દબદબા સાથે રોડ પર ચક્કાજામના દ્રશ્યો તંત્ર સામે અનેક સવાલો ઉભા કરે છે.

સ્માર્ટસીટી વડોદરા 220 ચો. કી. મી નો વિસ્તાર ધરાવે છે. જેમા આશરે 1 હજાર કીલોમીટર વિસ્તારના પાકા રસ્તાઓ આવેલા છે. પરંતુ આ રસ્તાઓ પૈકી 50 ટકા ભાગમાં સ્તાઓ ઉપર રાહદારીઓને ચાલવા માટેની પહેલી પ્રાથમિકતા સમાન ફૂટપાથ જ નથી. 

નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ શહેરોમાં રાહદારીઓ માટે આવેલી ફૂટપાથોને દબાણમુકત કરી ખુલ્લી કરવા અને જે રસ્તા ઉપર ફૂટપાથ ન હોય ત્યાં ફૂટપાથ બનાવવા કડક આદેશ કર્યો હોવા છતાં તંત્રના જવાબદાર અધિકારીઓએ આ દીશામાં કોઈ નકકર કાર્યવાહી કરી નથી. 

વડોદરામાં રાહદારીઓ માટે ફૂટપાથની વ્યવસ્થા કરવા અંગે ખુદ કોર્પોરેટરોને પણ રસ નથી. સૌથી મહત્વની બાબત એ છે કે, છાશવારે વિદેશના પ્રવાસે જતા કોર્પોરેશનના અધિકારીઓ તથા ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો પોતે પણ વિદેશની ફૂટપાથ જોઈ પરત આવી ફૂટપાથ રાહદારીઓ માટે બને તેવો કોઈ પ્રયાસ પણ કરતા નથી. બસ તેઓને તો માત્ર કટકી ખાવામાં રસ હોય તેમ લાગી રહ્યું છે. 

લોકો ભલેને અકસ્માતનો ભોગ બને. વડોદરા સહિતના સ્માર્ટ શહેરોમાં ફૂટપાથ હાલ ખાલી નથી. ત્યાં માત્ર ને માત્ર દબાણો જ છે. ફુટપાથ પર થયેલા દબાણો હટાવવાની જવાબદારી કોર્પોરેશન અને પોલીસ બંનેની છે. લોકો વાહન પાર્ક કરે તો પોલીસ ઉંચકી જાય પણ ધંધાદારીઓને છુટ આપવામાં આવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.