Gujarat

ટંકારા: અનલોકમાં બાંધકામથી છૂટ છતાંય પુલનું કામ બંધ

By GS Team
20 Jun 20201 min read
This article was originally published on 20 Jun 2020
ટંકારા: અનલોકમાં બાંધકામથી છૂટ છતાંય પુલનું કામ બંધ

ટંકારા, તા. 20 જુન 2020, શનિવાર 

ટંકારા તાલુકાના જોધપુર ઝાલાથી રોહીશાળા જવાના રોડ પર પુલ બનાવવાનું કામ ચાલુ હતું. જે લોકડાઉનના કારણે ત્રણેક માસથી બંધ હતું, હાલ બાંધકામ કામગીરી કરવાની છૂટ મળી હોવા છતાં પુલ બનાવવાની કામગીરી હજુ સુધી શરૂ થઈ નથી.

પુલનું કામ તાકીદે શરૂ કરી બાંધકામ પૂરું કરવા સત્તાવાળાઓને રજૂઆત કરવામાં આવી છે. રોહિશાળાના લોકોને પુલ ન બનવાના કારણે ટંકારા તથા પડધરી જવા માટે ભારે મુશ્કેલી પડે છે.

વરસાદ આવે ત્યારે કલાકો સુધી વાહનવ્યવહાર બંધ રહે છે. તાકીદની સારવાર તથા ડિલેવરીના પ્રસંગોમાં દર્દીઓ પર ભારે જોખમ રહે છે. આથી તાત્કાલિક પુલનું બાંધકામ પૂરું કરવાની જોધપુર ઝાલાના આગેવાનોએ માગણી છે.