Gujarat

વડોદરા: કારનો કાચ તોડી દાગીના અને રોકડની ઉઠાંતરી

By GS Team
8 Nov 20211 min read
This article was originally published on 8 Nov 2021
વડોદરા: કારનો કાચ તોડી દાગીના અને રોકડની ઉઠાંતરી

વડોદરા, તા. 8 નવેમ્બર 2021 સોમવાર

વાઘોડિયા ખંધા રોડ પર શંકર પેકેજીંગ કંપની પાસે કાર પાર્ક કરીને નજીકના શોપમાં ખરીદી કરવા માટે નિરંજન ભાઈલાલભાઈ પટેલ ગયા હતા. તેઓ ખરીદી કરી પરત ફર્યા ત્યારે કારની ગાડીનો કાચ તૂટેલો જણાયો હતો અને કારમાં મૂકેલ સોનાચાંદીના દાગીના તેમજ રોકડ મળી 1.96 લાખની મતા ચોરી થઇ હોવાનું જણાયુ હતું. 

આ અંગે નિરંજન પટેલે વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.