Gujarat

દિવાળીપુરા કોર્ટ પાસે મુખ્ય માર્ગ પ૨ પાણીની લાઈનમાં ભંગાણ

By GS TEAM
2 Nov 20251 min read
દિવાળીપુરા કોર્ટ પાસે મુખ્ય માર્ગ પ૨ પાણીની લાઈનમાં ભંગાણ

શહેરમાં અવારનવાર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે દિવાળીપુરા કોર્ટના પ્રવેશ દ્વાર નજીક મુખ્ય માર્ગ પર પાણીની લાઈનમાં ભંગાણ સર્જતા શુદ્ધ પાણીનો વેડફાટ થયો હતો. માર્ગ ઉપર પાણીની રેલમછેલ થતા લોકો પરેશાન થયા હતા. પાણીનું પ્રેશર વધુ હોવાથી માર્ગ ઉપસી જતા વાહન ચાલકો અટવાયા હતા.