Get The App

બોટાદ-ગાંધીગ્રામ, ધોળા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન 31મી માર્ચ સુધી દોડશે

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
બોટાદ-ગાંધીગ્રામ, ધોળા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન 31મી માર્ચ સુધી દોડશે 1 - image

- અગાઉ 28 ફેબુ્રઆરી સુધી ટ્રેનો ચલાવવા નિર્ણય લેવાયો હતો

- મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી બન્ને જોડી ટ્રેનના ફેરા વિસ્તૃત કરાયા

ભાવનગર : બોટાદ-ગાંધીગ્રામ-બોટાદ અને ધોળા-ભાવનગર-ધોળા દૈનિક સ્પેશિયલ ટ્રેન૩૧મી માર્ચ સુધી દોડાવવાનો નિર્ણય કરાયો છે.

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળની બોટાદ-ગાંધીગ્રામ-બોટાદ દૈનિક સ્પેશિયલ (અનારક્ષિત) અને ધોળા-ભાવનગર-ધોળા દૈનિક સ્પેશિયલ (અનારક્ષિત) ટ્રેનના ફેરા વિસ્તૃત કરવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ આ બન્ને જોડી ટ્રેન ૨૮ ફેબુ્રઆરી સુધી અધિસૂચિત કરવામાં આવી હતી. તેને હવે ૩૧મી માર્ચ સુધી વિસ્તૃત કરવામાં આવી છે તેમ ભાવનગર રેલવેના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું હતું.