Get The App

૨.૪૪ કરોડના દારૃમાં ૧૧ મહિનાથી વોન્ટેડ બૂટલેગર ઝડપાયો

છાણી નજીકના દશરથ ગામમાંથી ગોડાઉન ભાડે રાખી દારૃનો જથ્થો ઉતાર્યો હતો

Updated: May 17th, 2026

GS TEAM

Google News
Google News
૨.૪૪ કરોડના દારૃમાં ૧૧ મહિનાથી વોન્ટેડ બૂટલેગર ઝડપાયો 1 - image

વડોદરા,દશરથ ગામે દારૃના ગોડાઉનમાં રેડ પાડી ૨.૪૪ કરોડનો દારૃનો જથ્થો કબજે કર્યો હતો. આ ગુનામાં ગોડાઉન ભાડે રાખનાર આરોપી ૧૧ મહિનાથી નાસતો ફરતા ે હતો. પોલીસે તેને ઝડપી પાડયો છે. 

છાણી પોલીસ સ્ટેશનની હદમાં આવતા દશરથ ખાતે બાલાજી ટ્રેડર્સ નામના સ્થળે દારૃનું ગોડાઉન હોવાની વિગતો મળતાં એસએમસીની ટીમે દરોડો પાડયો હતો.આ વખતે દારૃના ખેપિયાઓ દ્વારા એક કન્ટેનરમાંથી દારૃના મોટા બોક્સ ઉતારવામાં આવતા હતા. જેથી પોલીસે સ્થળ પરથી ચાર જણાને ઝડપી પાડયા હતા.ગાંધીનગરની ટીમે કુલ રૃ.૨.૪૪ કરોડની કિંમતની દારૃની ૧.૨૬લાખ બોટલો કબજે કરી હતી.જ્યારે,કન્ટેનર,રોકડા રૃ.૬૨૫૦, ચાર મોબાઇલ પણ કબજે કર્યા હતા. આ ગુનામાં છેલ્લા ૧૧ મહિનાથી નાસતા ફરતા આરોપી વિકાસકુમાર હાપુરામ ખીચડ ( બિશ્નોઇ) (રહે.સાંઇ એવન્યુ, કોયલી, મૂળ રહે.કરવાડા બિઢાણી ,તા.રાનીવાડા,જિ.ઝાલોર, રાજસ્થાન) ને પોલીસે ઝડપી પાડયો છે. આરોપી સામે અગાઉ ખેડાના મહેમદાવાદ તથા વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાયા છે. જ્યારે છાણી અને અંકલેશ્વરના ગુનામાં તે વોન્ટેડ હતો.