Gujarat

ચિકન શોપના માલિક પાસે રૂ.50 હજાર માંગી તોડફોડ કરનાર બુટલેગરના સાગરીતની ધરપકડ

By GS Team
16 Mar 20221 min read
This article was originally published on 16 Mar 2022
ચિકન શોપના માલિક પાસે રૂ.50 હજાર માંગી તોડફોડ કરનાર બુટલેગરના સાગરીતની ધરપકડ

- દારૂની રેઈડ ક્યા પોલીસવાળાએ કરી છે તે જાણવા બુટલેગરે સીસીટીવી ફૂટેજ માંગી ચિકન શોપના માલિકને ધમકી આપ્યા બાદ અન્ય ચિકન શોપના માલિક પાસે ખંડણી માંગી હતી

( પ્રતિનિધિ દ્વારા ) સુરત,તા. 16 માર્ચ 2022, બુધવાર

સુરતના કાપોદ્રા વિસ્તારમાં ચિકન શોપના માલિક પાસે એક મહિના અગાઉ રૂ.50 હજાર માંગી તોડફોડ કરનાર બુટલેગરના સાગરીતની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે. સુરતના કાપોદ્રા અશ્વનીકુમાર રોડ જલક્રાંતી મેદાન પાસે ન્યુ શક્તિનગરમાં બુટલેગર કમલેશ ઉર્ફે કમલો મહેશ પટેલે એક મહિના અગાઉ તેને ત્યાં દારૂની રેઈડ ક્યા પોલીસવાળાએ કરી છે તે જાણવા સીસીટીવી ફૂટેજ માંગી ચિકન શોપના માલિક ફિરોજ કલ્લન કુરેશીને ધમકી આપી હતી. તેના ગણતરીના કલાકોમાં બુટલેગર કમલેશ ઉર્ફે કમલો અને સાગરીતો અનિલ સોનકર, ધીરુ, બબલુ, ઈશાન ભરવાડ તથા અન્ય બેએ અન્ય ચિકન શોપના માલિક રણજીત રામહિત જેસ્વાર પાસે ફરી રૂ.50 હજાર માંગી તોડફોડ કરતા પોલીસે બુટલેગર કમલેશ ઉર્ફે કમલોને ઝડપી લીધો હતો.રૂ.50 હજારની ખંડણીના ગુનામાં કાપોદ્રા પોલીસે ગતરોજ બુટલેગર કમલેશના મજૂરીકામ કરતા સાગરીત અનીલ ઉર્ફે રાજુ ઉર્ફે પાંડુ સામલભાઇ સોનકર ( ઉ.વ.24, રહે. ઘર નં.86, ન્યુ શકિતનગર સોસાયટી, જલકાંતિ મેદાનની સામે, અશ્વનીકુમાર રોડ, કાપોદ્રા, સુરત ) ની ધરપકડ કરી હતી.