Get The App

જામનગરમાં ખોડીયાર કોલોની નજીક બાવળની ઝાળીમાં ઇંગ્લિશ દારૂ સંતાડી રહેલો નામચીન બુટલેગર પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં ખોડીયાર કોલોની નજીક બાવળની ઝાળીમાં ઇંગ્લિશ દારૂ સંતાડી રહેલો નામચીન બુટલેગર પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું 1 - image

Jamnagar Liquor Crime : જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ખોડીયાર કોલોની નજીકના વિસ્તારમાં એક નિર્જન સ્થળે બાવળની ઝાળીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રહેલા એક શખ્સને ઝડપી લીધો છે, જ્યારે દારૂના સપ્લાયરને ફરાર જાહેર કરાયો છે.

જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા ખોડીયાર કોલોનીની નજીકના બાવળની ઝાળી વિસ્તારમાં દરોડો પાડયો હતો. જ્યાં બીપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુછડીયા નામના નામચીન દારૂનો ધંધાર્થી દારૂનો જથ્થો સંતાડતાં મળી આવ્યો હતો. જેની પાસેથી 98 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે તે દારૂ કબજે કરી લીધો છે, જ્યારે તેને દારૂ સપ્લાય કરનાર જામનગર વિસ્તારમાં રહેતા તુલસીભાઈ પમનાણીને ફરાર જાહેર કરાયો છે.