Get The App

લાલપુરના સીંગચ ગામની સીમ વિસ્તારમાંથી વધુ એક ડિગ્રી વગરનો બોગસ તબીબ SOGના હાથે પકડાયો

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
લાલપુરના સીંગચ ગામની સીમ વિસ્તારમાંથી વધુ એક ડિગ્રી વગરનો બોગસ તબીબ SOGના હાથે પકડાયો 1 - image

Jamnagar Bogus Doctor : જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા શહેર જિલ્લામાં ગેરકાયદે રીતે કોઈ પણ પ્રકારની ડીગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ્ત તબીબોને પકડવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રાખી છે, જેના ભાગરૂપે આજે સિંગચ ગામમાંથી એક બોગસ તબીબને ઝડપી લીધો છે, અને તેની સામે મેઘપર પડાણા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.

 જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા લાલપુર તાલુકાના સિંગચ ગામની નવી સોસાયટી વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન મહાનંદા કમળકંતા ગોસ્વામી (ઉ.વ. 51, ધંધો-બોગસ ડોકટર) ને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપી હાલ સિંગચ ગામમાં રહે છે તથા મૂળ પશ્ચિમ બંગાળ રાજ્યનો નિવાસી છે.

 તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપી પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત ન હોવા છતાં દર્દીઓને તપાસી દવાઓ આપતા હતા, જેના કારણે માનવજીવન તથા શારીરિક સલામતીને જોખમ થવાની શક્યતા ઊભી થઈ હતી. આરોપી દ્વારા આ રીતે ગેરકાયદેસર સારવાર આપી રૂપિયા વસુલ કરવામાં આવતા હતા.

પોલીસે આરોપીના કબ્જામાંથી દવાઓ તથા મેડિકલ સાધનો મળી કુલ રૂપિયા 8,435 નો મુદ્દામાલ કબજે કર્યો છે. અને મેઘપર (પડાણા) પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે મામલે મેઘપર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.