Gujarat

હળવદના સુંદરગઢ ગામ પાસે બ્રાહ્મણી-૨ ડેમમાંથી અજાણી મહિલાની લાશ મળી

By GS TEAM
4 Apr 20261 min read
હળવદના સુંદરગઢ ગામ પાસે બ્રાહ્મણી-૨ ડેમમાંથી અજાણી મહિલાની લાશ મળી

- ચકચારી ઘટના

- મહિલાના મૃતદેહની ઓળખ માટે તજવીજ, પીએમ માટે મોરબી લાશને ખસેડી  

હળવદ : હળવદના સુંદરગઢ નજીક બ્રાહ્મણી-૨ ડેમમાં ૪૦ વર્ષીય અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયર વિભાગ અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડયો છે. 

હળવદ તાલુકાના સુંદરગઢ ગામ પાસે આવેલા બ્રાહ્મણી-૨ ડેમમાં આજે એક અજાણી મહિલાની લાશ તરતી હોવાની માહિતી મળતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. અંદાજે ૪૦ વર્ષની વયની મહિલાનો મૃતદેહ જોઈને લોકોએ પોલીસ અને ફાયર ફાઈટરને જાણ કરી હતી. હળવદ પોલીસ કાફલો અને ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી મૃતદેહને ડેમમાંથી બહાર કાઢયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. મૃતદેહને વધુ તપાસ અને ફોરેન્સિક પીએમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. આ મોત આકસ્મિક છે, આત્મહત્યા છે કે હત્યા, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.