Gujarat
સાવલી પોઇચા બ્રિજ પરથી કૂદી પડનાર યુવકનો બીજા દિવસે મૃતદેહ મળ્યો
By GS TEAM
2 Feb 20261 min read

વડોદરાઃ વડોદરા નજીક પોઇચા બ્રિજ પરથી કૂદી પડનાર યુવકનો આજે બીજા દિવસે ફાયર બ્રિગેડે મૃતદેહ શોધી કાઢ્યો છે.
સાવલી તાલુકાના પોઇચા બ્રિજ પરથી ગઇકાલે બપોરે એક યુવક નદીમાં કૂદી પડયો હોવાનો મેસેજ મળતાં પોલીસ પહોંચી ગઇ હતી.સ્થળ પરથી કાર અને ચપ્પલ મળી આવતાં યુવકની શોધખોળ માટે સ્થાનિક તરવૈયાઓની સાથે સાથે વડોદરા ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઇ હતી.
આજે ફરીથી સવારથી નદીમાં તરવૈયાઓ દ્વારા શોધ કરવામાં આવી હતી.જે દરમિયાન બપોરે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.તપાસ દરમિયાન યુવકનું નામ જગદીશ પાટણવાડિયા(માહોડિયાપુરા,સાવલી) હોવાનું જાણવા મળ્યું હતું.જેથી સમગ્ર બનાવ કેવી રીતે બન્યો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.








