Gujarat

વિસનગર માર્કેટયાર્ડની ચુંટણીમાં ભાજપની ખેડૂત પેનલનો જંગી મતની લીડથી વિજય

By GS Team
23 Nov 20212 mins read
This article was originally published on 23 Nov 2021
વિસનગર માર્કેટયાર્ડની ચુંટણીમાં ભાજપની ખેડૂત પેનલનો જંગી મતની લીડથી વિજય

વિસનગર તા.23

વિસનગર માર્કેટયાર્ડની ચુંટણીમાં ભાજપ અને આપ સમથત પેનલો ટકરાઈ હતી. જેની મતગણતરીમાં ભાજપ સમથત ખેડૂત પેનલ જંગી મતની લીડથી વિજયી થતા વિજેતા ઉમેદવારોના ટેકેદારોએ ગુલાલની છોળો ઉછાળી વિજયોત્સવ મનાવ્યો હતો. જ્યારે આપ પાર્ટીના ઉમેદવારોએ જે પણ મત મળ્યા તેનો સંતોષ વ્યક્ત કરી ખેડૂતોમાં સ્થાન પ્રાપ્ત કર્યુ હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંટણીનુ તા.૨૧-૮-૨૦૨૧ના રોજ જાહેરનામુ બહાર પડતાની સાથેજ વિસનગરનુ સહકારી ક્ષેત્રનુ રાજકારણ ગરમાયુ હતુ. ભાજપનાજ બે જુથ વચ્ચે રસાકસીનો જંગ થવાનો હતો. ત્યારે ધારાસભ્ય ષિભાઈ પટેલે કેબીનેટ મંત્રી તરીકે શપથગ્રહણ કરતાની સાથેજ જુથવાદનો અંત આવ્યો હતો. માર્કેટયાર્ડની ચુંટણીમાં વેપારી મત વિભાગની ૪ બેઠક બીનહરિફ થયા બાદ ફોર્મ પાછા ખેચવાના છેલ્લા દિવસે સહકારી ખરીદ વેચાણ મંડળીઓ મત વિભાગના ૪ ફોર્મ પરત ખેચાતા ભાજપ સમથત બે બેઠકો બીનહરિફ થઈ હતી. જેમાં ભાજપે પ્રથમથીજ ૬ બેઠકો સાથે ચુંટણીમાં સરસાઈ મેળવી હતી.ખેડૂત મત વિભાગની ૧૦ બેઠકો માટે આરોગ્ય મંત્રી ષિ પટેલના નેતૃત્વમાં ભાજપ સમથત પેનલ સામે આમ આદમી પાર્ટીએ પેનલ બનાવતા ભાજપ અને આપ વચ્ચે ચુંટણી જંગ ખેલાયો હતો. જેમાં તા.૨૨-૧૧-૨૧ ના રોજ મતદાન દિવસે ૫૯ મંડળીના ૮૪૬ મતદારોમાંથી ૮૨૦ મતદારોએ મતદાન કરતા ૯૭ ટકા જંગી મતદાન થયુ હતુ. જેની આજરોજ માર્કેટયાર્ડના હાલમાં ૨૫ બેલેટના એક રાઉન્ડ સાથે ૩૦ રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવતા પ્રથમ રાઉન્ડથીજ ભાજપની પેનલે સરસાઈ મેળવી હતી. ૨૩ મા રાઉન્ડમાં ભાજપ સમથત ખેડૂત પેનલની જીત નિશ્ચીત થઈ ગઈ હતી. મતગણતરીમાં કોર્ટના આદેશથી વાલમ જુથ સેવા સહકારી મંડળી, દઢિયાળ સેવા સહકારી મંડળી, વિસનગર જુથ વિવિધ કાર્યકારી સહકારી મંડળી તથા વાલમ ખેડૂત સેવા સહકારી મંડળી એમ કુલ ૪ મંડળીઓના ૭૧ મતોની મતગણતરી અલગથી કરવામાં આવી હતી. જેમાં પણ ભાજપ સમથત ખેડૂત વિભાગની ચુંટણીમાં આપની પેનલનો સફાયો થતા અને ભાજપ સમથત પેનલ જંગી મતની લીડથી વિજયી થતા ટેકેદારોએ વિજેતા ઉમેદવારોને ગુલાલથી રંગી જીતની ખુશાલી મનાવી હતી.