Gujarat

રાજકીય પક્ષો 'ઇલેક્શન મોડ' પર : વડોદરામાં ભાજપની મધ્ય ઝોનની મીટીંગ, કોંગ્રેસે જિલ્લા પ્રભારી જાહેર કર્યા

By GS TEAM
28 Mar 20261 min read
TukuTouch Logo
વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે રાજકીય પક્ષો ઇલેક્શન મોડ પર આવી ગયા છે અને તૈયારીઓમાં લાગી ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકીય પક્ષો 'ઇલેક્શન મોડ' પર : વડોદરામાં ભાજપની મધ્ય ઝોનની મીટીંગ, કોંગ્રેસે જિલ્લા પ્રભારી જાહેર કર્યા

Vadodara : વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે રાજકીય પક્ષો ઇલેક્શન મોડ પર આવી ગયા છે અને તૈયારીઓમાં લાગી ગયા છે. 

વડોદરા શહેરમાં આજે સાંજે કારેલીબાગ ખાતેના કાર્યાલયમાં ભાજપના પ્રદેશ પ્રમુખના નેજા હેઠળ મધ્ય ઝોનની એક મીટીંગ બોલવવામાં આવી છે. જેમાં વડોદરા શહેર જિલ્લો તેમજ અન્ય જિલ્લાના આગેવાનો હાજર રહેશે.

આવી જ રીતે વડોદરા જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓના પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેની યાદી આ મુજબ છે. 

(1) પાદરા તાલુકો : મુબારક પટેલ (વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા) (2) ડેસર તાલુકો : ડોક્ટર પ્યારે સાહેબ (વડોદરા જિલ્લા પંચાયતના સાવલીના સદસ્ય) (3) વાઘોડિયા તાલુકો : મંગળસિંહ ગોહિલ (પૂર્વ ધારાસભ્ય) (4) વડોદરા તાલુકો : ખુમાનસિંહ ચૌહાણ (પૂર્વ ધારાસભ્ય) (5) ડભોઇ તાલુકો : સાગર બ્રહ્મભટ્ટ (પૂર્વ જિલ્લા પ્રમુખ) (6) શિનોર તાલુકો : ચંદુભાઈ ડાભી (પૂર્વ દંડક વિધાનસભા) (7) કરજણ તાલુકો : જય ભટ્ટ અને (8) સાવલી તાલુકો : મહેન્દ્રસિંહ પરમાર (કોટંબી).