Gujarat

ચૂંટણી પરિણામો બાદ પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ, બહુમતી ભાજપની અને સત્તા કોંગ્રેસની

By GS TEAM
4 May 20262 mins read
TukuTouch Logo
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પરિણામ બાદ હવે જિલ્લા-તાલુકા પંચાયતમાં સત્તાનો પેચ જામ્યો છે. જોકે, કેટલીક પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ છે કેમકે, ભાજપે બહુમતી મેળવી હોવા છતાંય પ્રમુખપદ કોંગ્રેસને આપવા મજબૂર થવું પડ્યું છે. અનામતને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચૂંટણી પરિણામો બાદ પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ, બહુમતી ભાજપની અને સત્તા કોંગ્રેસની

BJP vs Congress : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પરિણામ બાદ હવે જિલ્લા-તાલુકા પંચાયતમાં સત્તાનો પેચ જામ્યો છે. જોકે, કેટલીક પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ છે કેમકે, ભાજપે બહુમતી મેળવી હોવા છતાંય પ્રમુખપદ કોંગ્રેસને આપવા મજબૂર થવું પડ્યું છે. અનામતને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે.

ચૂંટણી પરિણામો બાદ પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ

જિલ્લા-તાલુકા પંચાયતમાં ભાજપ અનામતની પેચમાં ભેરવાયું છે, જેથી બહુમતી સાથેની જીતનો આનંદ છીનવાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબી જિલ્લા પંચાયતમાં પણ ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. કુલ 24 બેઠકોમાંથી 17 બેઠકો સાથે ભાજપે બહુમતી હાસલ કરી છે. કોંગ્રેસને માત્ર સાત બેઠકો જ મળી છે. આમ છતાંય આ જિલ્લા પંચાયતમાં જાણે કોંગ્રેસને જેકપોટ લાગ્યો છે. આદિવાસી મહિલા અનામત હોઈ કોંગ્રેસને ફાળે જિલ્લા પંચાયતનું પ્રમુખપદ જાય તેવી શક્યતા છે. ટૂંકમાં, જનાદેશ ભાજપ તરફી હોવા છતાં પણ સત્તા કોંગ્રેસની હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

આ જ પ્રમાણે, વાવ-થરાદમાં ધરણીધર તાલુકા પંચાયતમાં કુલ 16 બેઠકોમાંથી 12 બેઠકો સાથે ભાજપે તાલુકા પંચાયત પર તો કબજો મેળવી લીધો છે. પણ પ્રમુખપદ અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ જોતાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર નિલાબહેન સોઢાને પ્રમુખ બનાવવા પડે તેમ છે. આમ હારેલી બાજી હોવા છતાંય આ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ બનશે.

આ પણ વાંચો: અમદાવાદમાં 13 વર્ષના બાળકો નશાના રવાડે ચડ્યા! રિહાબ સેન્ટરોમાં 18થી 35 વર્ષના યુવાનોની કતારો

જ્યારે મહેસાણાના બહુચરાજી તાલુકા પંચાયતમાં પણ કુલ 16 બેઠકો પૈકી ભાજપે 13 બેઠકો જીતી છે. અન્ય ત્રણ બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે. મહત્ત્વની વાત એ છે કે, એસસી અનામત હોવાથી પ્રમુખપદ ભાજપને મળે તેમ નથી. આ જોતાં ત્રણ બેઠક હોવા છતાંય કોંગ્રેસને તાલુકા પંચાયતનું પ્રમુખપદ મળે તેમ છે.