Gujarat

વડોદરા જિલ્લાની પાલિકા અને તા. પંચાયતોમાં 21 મુસ્લિમોને ભાજપની ટિકિટઃસૌથી વધુ ડભોઇમાં પસંદગી

By GS TEAM
9 Apr 20261 min read
વડોદરા જિલ્લાની પાલિકા અને તા. પંચાયતોમાં 21 મુસ્લિમોને ભાજપની ટિકિટઃસૌથી વધુ ડભોઇમાં પસંદગી

વડોદરાઃ વડોદરા જિલ્લામાં આજે ઉમેદવારોનું લિસ્ટ જાહેર થતાં ભાજપે મુસ્લિમોને પણ ટિકિટો આપી છે.

વડોદરા જિલ્લાની ડભોઇ નગર પાલિકામાં ૮ મુસ્લિમ ઉમેદવાર તેમજ સાવલી પાલિકામાં પ મુસ્લિમ ઉમેદવારને પસંદ કરવામાં આવ્યા છે.જ્યારે પાદરા અને વાઘોડિયામાં એક-એક ઉમેદવારને ટિકિટ અપાઇ છે.

આવી જ રીતે કરજણ તાલુકા પંચાયતમાં બે,પાદરા તાલુકા પંચાયતમાં બે અને સાવલી તાલુકા પંચાયતમાં પણ બે મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે.