Gujarat

દલોલી સીમ પાસે ટ્રેક્ટરની ટક્કરે બાઇક ચાલકનું મોત

By GS TEAM
20 Nov 20251 min read
દલોલી સીમ પાસે ટ્રેક્ટરની ટક્કરે બાઇક ચાલકનું મોત

- ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાઇ 

- અન્ય એક વ્યકિતને ઇજા થતાં સારવાર સામે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયો 

 નડિયાદ : તારાપુર તાલુકાના મિલ રામપુરામાં રહેતો નવઘણ લાલજીભાઈ કોળી પટેલ અને તેનો મિત્ર વિષ્ણુ રાજેશભાઈ મેતાલ સાંજે મોટર સાયકલ લઇ તારાપુર મજૂર લેવા જવા નીકળ્યા હતા. આ દરમિયાન વાલોત્રી તારાપુર રોડ ઉપરથી પસાર થતા હતા. ત્યારે દલોલી સીમ નજીક  ટ્રેક્ટર ચાલકે  પૂરઝડપે હંકારી મોટરસાયકલને ટક્કર મારતા બાઈક સવાર બંનેને રોડ ઉપર પટકાતા ગંભીર ઇજા થઈ હતી. જેમાં નવઘણભાઈ કોળી પટેલનું ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે વિષ્ણુભાઈને ઇજા થતાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર કરાવી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 

આ બનાવ અંગે લાલજીભાઈ દિલોભાઈ કોળી પટેલની ફરિયાદ આધારે લીંબાસી પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.