Get The App

અકોટા-અક્ષરચોક વચ્ચે એક્સિડન્ટ બાદ બાઇક સવારે કારના કાચ તોડી તમાશો કર્યો

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
અકોટા-અક્ષરચોક વચ્ચે એક્સિડન્ટ બાદ બાઇક સવારે કારના કાચ તોડી તમાશો કર્યો 1 - image

વડોદરાઃ મુજમહુડા વિસ્તારમાં ગઇ સાંજે એક બાઇક ચાલકે કાર સાથે અકસ્માત થયા બાદ ભારે ધાંધલ મચાવતાં લોકો ભેગા થઇ ગયા હતા.

અકોટા થી અક્ષરચોક વચ્ચે ગઇસાંજે એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઇક ચાલકે બૂમબરાડા પાડીને તમાશો કર્યો હતો.તેણે કારની તોડફોડ કરતાં લોકોએ તેને અટકાવ્યો હતો,જેથી બાઇક ચાલકે તેમની સાથે પણ ઉધ્ધત વર્તન કર્યું હતું.

આ તબક્કે પોલીસ પણ આવી ગઇ હતી અને બાઇક ચાલકને અટકમાં લીધો હતો.પરંતુ કાર ચાલકે અકસ્માત કે નુકસાનની ફરિયાદ નહિ કરતાં આ મુદ્દે સમાધાન થયું હતું.