Gujarat

રસ્તા વચ્ચે બેઠેલી ગાય સાથે અથડાતા બાઇક સવારનું મોત

By GS TEAM
9 Nov 20251 min read
રસ્તા વચ્ચે બેઠેલી ગાય સાથે અથડાતા બાઇક સવારનું મોત

વડોદરા,મોડીરાતે ઘરે જતો બાઇક ચાલક રસ્તા વચ્ચે બેઠેલી ગાય સાથે અથડાતા ફંગોળાઇને પડયો હતો. ડિવાઇડર સાથે તેનું માથું અફળાતા સ્થળ  પર જ તેનું મોત થયું હતું.

ન્યૂ સમા રોડ મંગલ દર્શન સોસાયટીમાં રહેતો સંદિપ સત્યેન્દ્રસિંહ નેગી ગત મોડીરાતે નિઝામપુરા મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડની સામેથી બાઇક લઇને ઘરે જતો હતો. તે દરમિયાન  રાજુ  ટાયર નામની દુકાનની સામે રોડ પર બેઠેલી ગાય તેને નહીં દેખાતા તે ધડાકાભેર ગાય સાથે અથડાતા ફંગોળાઇને ડિવાઇડર સાથે અથડાયો  હતો. તેને માથામાં ગંભીર ઇજા થતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. જે અંગે ફતેગંજ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  જ્યારે અન્ય એક બનાવમાં માંજલપુરમાં રહેતો ભાવિન પટેલ નામનો યુવક ગઇકાલે બૂલેટ લઇને સોમા તળાવ ચાર રસ્તા નજીકથી પસાર થતો હતો. તે દરમિયાન રસ્તા વચ્ચે ગાય આવી જતા તે રોડ પર ફંગોળાઇને પડયો હતો. તેને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.