Gujarat

ભાવનગર એસ.ટી.ને નવેમ્બરમાં રૂા. 9.27 કરોડથી વધુની આવક

By GS TEAM
24 Dec 20251 min read
ભાવનગર એસ.ટી.ને નવેમ્બરમાં રૂા. 9.27 કરોડથી વધુની આવક

- ગત વર્ષની તુલનાએ 11,80,000 કિ.મી.નું વધુ સંચાલન કર્યું

- ભાવનગર અને મહુવા ડેપોએ સંચાલન ખર્ચ કવર કરી 60.63 લાખની આવક કરી

ભાવનગર : ભાવનગર એસ.ટી. વિભાગે ગત નવેમ્બર માસમાં સવા નવ કરોડથી વધુની આવક કરી હતી. ગત વર્ષની સરખામણીએ ૧૧.૮૦ લાખ કિ.મી.નું વધુ સંચાલન નવેમ્બર માસ દરમિયાન કરાયું હતું.

ભાવનગર વિભાગ દ્વારા નવેમ્બર-૨૦૨૪ની સરખામણીએ નવેમ્બર-૨૦૨૫માં ૦૨,૨૪,૦૦૦ કિ.મીનું સંચાલન થયું હતું. જે ગત વર્ષની તુલનામાં ૧૧,૮૦,૦૦૦ કિ.મી. વધુ છે. ભાવનગર વિભાગે કરેલા સંચાલનથી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે નવેમ્બર માસમાં રૂા.૦૯,૨૭,૧૯,૦૦૦ની વધુ આવક પ્રાપ્ત થઈ છે. આમ, પ્રતિ કિ.મી. આવકમાં રૂા.૧,૬૭નો વધારો થયો છે. ભાવનગર ડેપોએ સંચાનલ ખર્ચ કવર કરી રૂા.૩૯,૭૯,૦૦૦ અને મહુવા ડેપોએ રૂા.૨૦,૮૪,૦૦૦ની વધુ આવક પ્રાપ્ત કરી હોવાનું વિભાગીય નિયામકે જણાવ્યું હતું.