85મી એ.જી.એમ. પહેલા બીસીએ અધ્યક્ષનું શક્તિ પ્રદર્શન : 550થી વધુ સભ્યોનું સમર્થન સાંપડયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Baroda Cricket Association : બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ની 85મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) 11 નવેમ્બરે યોજાશે. તે પહેલાં પ્રમુખે સભ્યો માટે યોજેલા જમણવારમાં 550થી વધુ સભ્યોએ ઉપસ્થિત રહી બીસીએ અધ્યક્ષ પ્રણવ અમીનને મજબૂત સમર્થન આપ્યું હતું.
કાર્યક્રમમાં અધ્યક્ષ પ્રણવ અમીન હતા. ઉપાધ્યક્ષ અનંત ઇન્દુલકર, સેક્રેટરી અજીત લેલે, ખજાનચી શીતલ મહેતા તથા મેનેજમેન્ટ અને એપેક્સ કમિટીના સભ્યો સહિત અતુલ બેદાડે, કિરણ મોરે, ડાત્તે. આનંદ રાવ પટેલ, નિલેશ શુક્લા, તેજલ અમીન, કાસિમ ઉનિયા તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા સભ્યોને સંબોધતા પ્રણવ અમીને કહ્યું હતું કે, બીસીએએ વિશ્વકક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવી એક નર્વો માપદંડ સ્થાપ્યો છે, જેના વખાણ ક્રિકેટના દિગ્ગજોએ પણ કર્યા છે. તેમણે કેટલાક અસંતુષ્ટ સભ્યો દ્વારા ઊભા થનાર અવરોધોની ચર્ચા કરતાં કહ્યું કે, ચાલો ક્રિકેટ પ્રત્યેના પ્રેમ માટે સૌ સાથે મળીને સકારાત્મક વાતાવરણ ઊભું કરીએ. સભ્યોએ અધ્યક્ષ પ્રણવ અમન સાથે ચર્ચા કરી વિવિધ સૂચનો કર્યા હતા. આ દરમિયાન બીસીએને આવનારા સમયમાં વધુ ક્રિકેટ મેચો મળશે એવી માહિતી મળતાં સભ્યોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.









