Get The App

બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ

મતપેટીઓ સુરક્ષિત રાખવા અને કાનૂની લડત માટે એસોસિએશનનો વધતો ખર્ચ

કાયદાકીય ગૂંચવણના કારણે અવરોધ

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ 1 - image


બીસીએ (બરોડા ક્રિકેટ એસોસિએશન)ની ચૂંટણી યોજાયા બાદ કાયદાકીય ગૂંચવણના કારણે આજે અઢી મહિના વીતવા છતાં હજુ સુધી પરિણામો જાહેર થઈ શક્યા નથી.

ગઈ તા. ૧૫ ફેબ્રુઆરીએ બીસીએની ચૂંટણી યોજાઈ હતી, જેમાં રિવાઇવલ અને સત્યમેવ જયતે રોયલ જૂથ વચ્ચે પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિત વિવિધ સમિતિઓના કુલ ૩૧ પદો માટે મતદાન થયું હતું. જોકે ચૂંટણી દરમિયાન 'કૂલિંગ ઓફ પિરિયડ'ના મુદ્દે ચાર ઉમેદવારોને ગેરલાયક જાહેર કરવાની વાંધા અરજીનો મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.

હાઇકોર્ટે પ્રમુખ પદ સહિતના ચાર ઉમેદવારોને અયોગ્ય જાહેર કરી અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી મતપેટીઓ સુરક્ષિત રાખવા અને ચૂંટણી પરિણામ જાહેર નહીં કરવા આદેશ આપ્યો છે. હાલના હોદ્દેદારો માત્ર ડે-ટુ-ડે કાર્યકારી કમિટી તરીકે કામગીરી સંભાળી રહ્યાં છે,જેથી માત્ર ચાર પદો જ નહીં પરંતુ અન્ય પદોના પરિણામો પણ અનિર્ણિત છે.

સિંગલ જજના ચુકાદાને હાઇકોર્ટની ડિવિઝન બેંચ સમક્ષ પડકારાયો છે, જ્યાં સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પોર્ટ્સ એસોસિએશનના હોદ્દેદારોની યોગ્યતા મામલે આપવામાં આવેલા ચુકાદા અંગે કાયદાકીય સ્પષ્ટતા મેળવવા મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. હાઈકોર્ટમાં થયેલી એલપીએ સંદર્ભમાં તા.૯ જુન પહેલા સુપ્રીમ કોર્ટ પાસે ચુકાદાનું અર્થઘટન કરાવી લેવા જણાવાયું હોઈતે બાદ કાર્યવાહી આગળ ધપશે.

બીજી તરફ, ફતેગંજની હિલ મેમોરિયલ શાળા ખાતે સ્ટ્રોંગ રૂમમાં મતપેટીઓ રખાઈ છે. મતપેટીની સુરક્ષા માટે શાળાનું ભાડું, ત્રણ શિફ્ટમાં પોલીસ બંદોબસ્ત તથા કાનૂની પ્રક્રિયાનો ખર્ચ વધી રહ્યો છે.