બરોડા ડેરીની ચૂંટણીમાં ઘીના ઠામમાં ઘી પડ્યું, ચેરમેન-વાઇસ ચેરમેન રીપીટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Baroda Dairy Election : બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે યોજાયેલી ચૂંટણીમાં આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું છે અને બંને ચેરમેન વાઇસ ચેરમેન રીપીટ કરવામાં આવ્યા છે.
બરોડા ડેરીની ચૂંટણી હાઈકોર્ટના આદેશ બાદ જાહેર કરવામાં આવી ત્યારથી નવા ચૂંટાયેલા બોર્ડના ડિરેક્ટરો માટે કપરા ચઢાણ થયા હતા. ચાર મહિના બાદ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી જાહેર થઈ તે પહેલા સેન્સ પ્રક્રિયામાં ભાજપના તમામ 13 ડિરેક્ટરોએ એક સુરે રીપીટ કરવા માટે રજૂઆત કરી હતી. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના આગેવાનોએ પણ ભાજપ સમક્ષ ડિરેક્ટરોની રજૂઆતને સમર્થન કર્યું હતું.
બીજી તરફ ભાજપના 13માંથી 10 ડિરેક્ટરને બે દિવસમાં ઇન્ચાર્જ જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને તેને પગલે રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો હતો.
જોકે આજે ભાજપ દ્વારા ચૂંટણી પહેલા સત્તાવાર રીતે ચેરમેન તરીકે દીનુમામા અને વાઇસ ચેરમેન તરીકે જી.બી.સોલંકીના નામની જાહેરાત કરવામાં આવતા ડેરીના મુદ્દે હાલ પૂરતો ઉકેલ આવી ગયો છે.









