Gujarat

લાખણીના કુવાણા ગામે લોહિયાળ ખેલ: ગોળી માર્યા બાદ તીક્ષ્ણ હથિયારો વડે યુવકની કરપીણ હત્યા

By GS TEAM
12 Jun 20262 mins read
TukuTouch Logo
વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકામાં આવેલા કુવાણા ગામે આજે ધોળા દિવસે એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. કુવાણા ગામમાંથી એક વીડિયો વાઈરલ થયો છે. એક અજાણ્યા યુવકની ત્રણ ચાર લોકો દ્વારા ઘાતકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ધોળા દિવસે બનેલી આ લોહિયાળ ઘટનાને અંજામ આપીને હત્યારો ઘટનાસ્થળેથી અંધારામાં ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક પોલીસને આ અંગે માહિતગાર કરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

લાખણીના કુવાણા ગામે લોહિયાળ ખેલ: ગોળી માર્યા બાદ તીક્ષ્ણ હથિયારો વડે યુવકની કરપીણ હત્યા

Vav tharad Crime News : વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકામાં આવેલા કુવાણા ગામે આજે ધોળા દિવસે એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. કુવાણા ગામમાંથી એક વીડિયો વાઈરલ થયો છે.  એક અજાણ્યા યુવકની ત્રણ ચાર લોકો દ્વારા ઘાતકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ધોળા દિવસે બનેલી આ લોહિયાળ ઘટનાને અંજામ આપીને હત્યારો ઘટનાસ્થળેથી અંધારામાં ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક પોલીસને આ અંગે માહિતગાર કરવામાં આવી હતી.

મૃતક અને હત્યારા બંને બહારના હોવાનો ખુલાસો

સ્થાનિક સૂત્રો અને પોલીસની પ્રાથમિક તપાસમાંથી મળતી વિગતો અનુસાર, આ મામલે એક મોટો ખુલાસો થયો છે. જે વ્યક્તિની હત્યા થઈ છે અને જેણે આ હત્યાકાંડને અંજામ આપ્યો છે, તે બંને વ્યક્તિઓ કુવાણા ગામના સ્થાનિક રહીશ નથી પરંતુ બહારના હોવાનું સામે આવ્યું છે. તેઓ કોઈ અગમ્ય કારણોસર આ ગામમાં આવ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે મૃત્યુ પામેલો યુવક દોડીને આવીને દુકાનના ખૂણામાં ઘૂસવાનો પ્રયાસ કરે છે ત્યારે હુમલાખોરો પૈકી એક તેને બંદૂકની ગોળીઓથી વિંધી નાખ્યો હતો અને પછી બીજા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે તેના પર એક પછી એક ઘા કર્યા હતા. 

પોલીસના ચક્રો ગતિમાન

હત્યાની ગંભીરતાને જોતાં જ લાખણી પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક કુવાણા ગામે દોડી ગયો હતો.પોલીસે ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરી, મૃતક યુવકના શવનો કબજો મેળવ્યો છે અને તેને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. બહારથી આવેલા આ યુવકની હત્યા પાછળનું સાચું કારણ શું છે? જૂની અદાવત, નાણાકીય લેણદેણ કે પછી કોઈ અંગત વિવાદ? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ફરાર થઈ ગયેલા હત્યારાને ઝડપી પાડવા માટે પોલીસે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી ચક્રો ગતિમાન કર્યા છે.