Gujarat

પાલનપુર-આબુ રોડ પર રોંગ સાઈડ આવતી ટ્રકે કારને ફંગોળી, રાજસ્થાનના 7 લોકોના મોત

By GS TEAM
24 Jan 20261 min read
TukuTouch Logo
બનાસકાંઠામાં આજે અમીરગઢના ઈકબાલગઢ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડ આવતી ટ્રકે કારને ટક્કર મારતા 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર રાજસ્થાનનો પરિવાર પાલનપુર તરફ જઈ રહ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

પાલનપુર-આબુ રોડ પર રોંગ સાઈડ આવતી ટ્રકે કારને ફંગોળી, રાજસ્થાનના 7 લોકોના મોત

Banaskantha Road Accident: ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં આજે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. આબુ-પાલનપુર હાઈવે પર ઈકબાલગઢ વિસ્તાર નજીક સાંજે સાત વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો. પ્રાથમિક તપાસ અનુસાર કારમાં સવાર પરિવાર રાજસ્થાનથી પાલનપુર તરફ જઈ રહ્યો હતો. 

રાજસ્થાનના 7 લોકોના મોત 

પ્રાથમિક માહિતી અનુસાર ટ્રક હાઈવે પર રોંગ સાઈડમાં જઈ રહી હતી. અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઈવર ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો છે. કારમાં સવાર લોકો એક દર્દીની સારવાર માટે પાલનપુર જઈ રહ્યા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી 1 મહિલા અને 2 પુરુષોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

રોંગ સાઈડ આવતી ટ્રકે કારને ટક્કર મારી 

અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક સાથે ટક્કર બાદ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ જતાં હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઈજાગ્રસ્તોને સ્થાનિકોની મદદથી કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. 

અમીરગઢ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તમામ મૃતકો રાજસ્થાનના છે.