Gujarat

બાકરોલ બન્યુ ઝીરો વેસ્ટ કેમ્પસ, બાકરોલ કેટલ પોન્ડ ખાતે રોજ ૪૬ કિલો બાયોગેસનુ ઉત્પાદન

By GS TEAM
1 May 20261 min read
બાકરોલ બન્યુ ઝીરો વેસ્ટ કેમ્પસ, બાકરોલ કેટલ પોન્ડ ખાતે રોજ ૪૬ કિલો બાયોગેસનુ ઉત્પાદન

  અમદાવાદ,શુક્રવાર,1 મે,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ બાકરોલ ખાતે આવેલ કેટલ પોન્ડ ઝીરો વેસ્ટ કેમ્પસ બન્યુ છે.રોજ ૪૬ કિલોગ્રામ બાયોગેસનુ ઉત્પાદન કરવામા આવે છે. આ ઉપરાંત એક ટન ક્ષમતાના બે બાયોગેસ પ્લાન્ટમાં બાયોગેસની સાથે  ૩૫ યુનિટ વીજળીનુ ઉત્પાદન કરવામા આવે છે.આગામી સમયમાં શહેરના વિવિધ શાકમાર્કેટમાંથી વધેલા શાકને એકઠુ કરી તેમાંથી બાયોગેસ ઉત્પન્ન કરાશે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ કહયુ,અમદાવાદમાં વર્ષ-૨૦૨૩થી કેટલ ન્યુસન્સ પ્રિવેન્શન પોલીસી અમલમા મુકવામા આવી છે.વિવિધ વોર્ડમા આવેલા રસ્તાઓ ઉપર રખડતા પશુ પકડીને બાકરોલ અને દાણીલીમડા કેટલ પોન્ડ ખાતે રાખવામા આવે છે.બાકરોલ ખાતે રોજ ૨૮૦૦ કિલો છાણ એકઠુ થાય છે.જેના નિકાલ માટે મહિને રુપિયા ૩.૫૦ લાખની બચત સાથે બાયોગેસ ઉત્પન્ન કરવા જે છાણની જરુર પડે છે તે મળી રહેતુ હોવાથી ગૌ શાળામા રીડયુસ,રીયુઝ અને રીસાયકલના થીમ સાથે છાણનો ઉપયોગ કરવામા આવે છે.સી.એન.સી.ડી.વિભાગના નરેશ રાજપૂતના કહેવા પ્રમાણે, બાયોગેસ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા ગેસનો ઉપયોગ કેમ્પસના રસોડામા રસોઈ બનાવવા પણ થાય છે.અગાઉ દર મહિને ૨૭ એલ.પી.જી.સિલિન્ડરની જરુર પડતી હતી.જે હવે બંધ થઈ ગઈ છે.બાકરોલ ઉપરાંત દાણીલીમડામા પણ ૩૫૦ ગાય રાખવામા આવી છે.રોજ ૧૭૦૦ કિલો છાણ મળે છે. અહીં પણ એક બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામા આવ્યો છે.