Get The App

હરણી-વારસિયા રિંગ રોડ પર લૂંટ કેસમાં આરોપીના જામીન નામંજૂર

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
હરણી-વારસિયા રિંગ રોડ પર લૂંટ કેસમાં આરોપીના જામીન નામંજૂર 1 - image

Vadodara Court : વડોદરા શહેરના હરણી-વારસિયા રિંગ રોડ પર થયેલ રૂ. 10 લાખની લૂંટના કેસમાં સંડોવાયેલા આરોપી રાહુલ મારવાડી (રહે. મારુતિનગર, હરણી ગામ)ની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. 

ફરિયાદી લીલારામ રેવાણી ગત 16 જાન્યુઆરીની રાત્રે પોતાના નિવાસસ્થાન પાસે કારમાંથી ઉતરી રહ્યા હતા ત્યારે બે મોપેડ પર આવેલા ચાર શખ્સોએ તેમની આંખોમાં મરચાની ભૂકી નાખી હુમલો કર્યો હતો. ત્યારબાદ કારની પાછળ રાખેલ રૂ. 10 લાખની રોકડ મત્તા ભરેલી બેગ લૂંટી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે વારસિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

સરકારી વકીલની રજૂઆત હતી કે, આરોપી રાહુલ મારવાડી અગાઉથી ફરિયાદીની કારની રેકી કરી રહ્યો હતો. આરોપીઓએ પૂર્વ આયોજન હેઠળ મંડળી બનાવી ફરિયાદીને માર મારી લૂંટની ઘટનાને અંજામ આપવામાં મદદ કરી હતી.

કોર્ટે દસ્તાવેજો અને દલીલોનો અભ્યાસ કરતાં નોંધ્યું હતું કે, આરોપીએ સહ આરોપીઓ સાથે મળી પોતાના આર્થિક ફાયદા માટે ફરિયાદીની રોકડ રકમ ભરેલી બેગની લૂંટ કરી ધાડ જેવો ગંભીર પ્રકારનો ગુનો કરેલાનો પ્રથમ દર્શનીય કેસ છે. આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો સાક્ષી પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આથી જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.