Gujarat
નાંદોદ તાલુકાના તત્કાલીન મામલતદારની જામીન અરજી નામંજૂર
By GS TEAM
10 Jun 20261 min read

રાજપીપળા, નાંદોદ (હાલ ગરૃડેશ્વર) તાલુકાના બખર ગામની જમીનની નોંધ મંજૂર કરવામાં નિયમો નેવે મૂકીને સરકારને ૧.૨૯ કરોડનું નુકસાન કરવાના કેસમાં પકડાયેલા તત્કાલીન મામલતદારની જામીન અરજી નામંજૂર થઇ છે.
આ કેસની સૂત્રો દ્વારા મળતી વિગત એવી છે કે, સરકારી સત્તાનો ખોટો ઉપયોગ કરીને રાજ્ય સરકારને ૧.૨૯ કરોડનું આથક નુકસાન પહોંચાડવાના આક્ષેપ સાથે નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલાની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં આરોપીને રાજપીપળાની કોર્ટમાં રજૂ કરાતા અદાલતે ૮ મી તારીખ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂરા થયા પછી તેઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જામીન પર મુક્ત થવા માટે રોહિત પખાવાલાએ કરેલી જામીન અરજી નામંજૂર થઇ છે.









