Gujarat

૩૫.૩૦ લાખની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી નામંજૂર

By GS TEAM
17 Dec 20251 min read
૩૫.૩૦ લાખની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી નામંજૂર

વડોદરા : શેર બજારમાં રોકાણ કરશો તો ઉંચું વળતર મળશે તેમ જણાવી રૃા.૩૫.૩૦ લાખની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતાં ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

આરોપીઓએ ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે સેબીના બનાવટી ડોક્યુમેન્ટસ મોકલ્યા હતા અને રોકાણના બહાને રૃા. ૩૬,૫૦,૦૦૦ વિવિધ બેંક ખાતાઓમાં જમા કરાવ્યા હતા અને ત્યાર બાદ માત્ર રૃા.૧.૨૦ લાખ પરત કર્યા હતા. સાયબર ક્રાઇમ પોલીસે આ બનાવમાં ગુલશન પ્રદીપકુમારની ધરપકડ કરી હતી.

હાલ જેલમાં રહેલા આરોપી ગુલશન પ્રદીપકુમારે જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે.તપાસમાં પાંચ એકાઉન્ટમાં ૧૬૭ કરોડના ટ્રાન્ઝેકશન થયા હોવાનું જોવા મળ્યું છે ત્યારે જામીન આપવામાં આવશે તો કેસને નુકશાન થશે. ન્યાયાધીશે આરોપીની જામીન અરજી નામંજૂર કરી ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી આધુનિક ટેકનોલોજીનો જાણકાર હોવાથી ડિજિટલ પુરાવા સાથે ચેડા કરી શકે છે.