Get The App

બગોદરા 108ની ટીમે રસ્તમાં જ સગર્ભાની સફળ ડિલિવરી કરાવી

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
બગોદરા 108ની ટીમે રસ્તમાં જ સગર્ભાની સફળ ડિલિવરી કરાવી 1 - image

બગોદરાબાવળા તાલુકાના દેવળથડ ગામની મહિલા હિરલબેન મહેશભાઈને પ્રસૂતિનો દુઃખાવો ઉપડતા ૧૦૮ને કોલ કરવામાં આવ્યો હતો. બગોદરા ૧૦૮ કોલ મળતા ગણતરીના સમયમાં સ્થળ પર પહોંચ્યા સગર્ભાને પ્રસૂતિનો દુઃખાવો અસહ્ય હોવાથી રસ્તામાં જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી. ત્યારે ઇએમટી રવિ પુરોહિત અને પાઇલોટ દિલીપસિંહ ઝાલા, ઈઆરસીપી ડોક્ટરની મદદ લઈ એમ્બ્યુલન્સમાં રસ્તા પર માતાની સફળ પ્રસૂતિ કરાવી હતી. માતાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો ત્યાબાદ માતા અને બાળકને વધુ સારવાર અર્થે સરકારી હોસ્પિટલ બગોદરા ખાતે લઇ જવામાં આવ્યા હતા.